રાજુલામા આગામી 10મીએ રામનવમી પર્વની ભાવભેર ઉજવણી કરાશે. અહી જુના સ્વામીનારાયણ મંદિરથી જલારામ મંદિર સુધી પાંચ કિમી લાંબી ભવ્ય શોભાયાત્રા નીકળશે. જેમા 72 ગામના ભાવિકો પણ જાેડાશે. વિહિપ સહિત સંસ્થાઓ દ્વારા શહેરમા ધજા પતાકા લગાવાયા છે.વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા રામનવમી પર્વને ઉજવવા હાલ તૈયારીઓ ચાલી રહી છે. શહેરને ધજા પતાકાથી શણગારવામા આવી રહ્યું છે. અહીના જુના સ્વામીનારાયણ મંદિરથી જલારામ મંદિર સુધી પાંચ કિમી સુધી લાંબી ભવ્ય શાેભાયાત્રા નીકળશે. રાજુલા, જાફરાબાદ તાલુકાના 72 ગામમાથી પણ ભાવિકો ઉમટી પડશે.પુર્વ સંસદીય સચિવ હિરાભાઇ સાેલંકીની ઉપસ્થિતિમા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરવામા આવી હતી. હાલ યુવાનો દ્વારા રામનવમી પર્વને ઉજવવા તૈયારીઓ કરાઇ રહી છે.