કવાંટ તાલુકા ના સરકારી કર્મચારીઓ દ્વારા સરકાર ની નવી પેન્શન યોજના ના વિરોધ માં અને જુની પેન્શન યોજના ફરી ચાલુ કરવા માટે કાળી પટ્ટી ધારણ કરી કામગીરી કરી કાળો દિવસ મનાવ્યો .

Chhota Udaipur Latest

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ

કવાંટ તાલુકા પંચાયત માં ફરજ બજાવતા કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. ભારત સરકાર દ્વારા 1/4/2005 થી અમલ કરવામાં આવેલી. નવી પેન્શન યોજના ના વિરોધ માં આજરોજ સમગ્ર ગુજરાત રાજ્ય ના વિવિધ ક્ષેત્ર ના સરકારી કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી ને પહેલી એપ્રિલ ના રોજ વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેશ ના અન્ય રાજ્યોમાં જુની પેન્શન યોજના હજુ ચાલી રહી છે જેને લઈને એકસૂત્રતા જોવા મળતી નથી . સરકાર દ્વારા નવી પેન્શન યોજના ચાલુ રાખી સરકારી કર્મચારી ઓ પ્રત્યે અન્યાય કર્યો છે. નવી પેન્શન યોજના માં કર્મચારી જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે માત્ર 3 થી 5 હજાર રૂપિયા જેટલું પેન્શન મળે છે જે હાલ માં કુદકે ને ભુસકે વધતી જતી મોંઘવારી માં જીવન ગુજારવું મુશ્કેલ છે. આખી જિંદગી સરકારી નોકરી કરી ને માત્ર નજીવા પેન્શન મળે છે જેનાથી નિવૃત વયે જીંદગી પસાર કરવી દુભર છે. આવી અન્યાયી નીતિ ના વિરોધ માં કવાંટ તાલુકા માં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ જુની પેન્શન યોજના ચાલુ રાખવા તેમજ નવી પેન્શન યોજના બંધ કરવા માટે આજરોજ કાળો દિવસ મનાવવા નું નક્કી થતા કાળી પટ્ટી ધારણ કરી સરકારી કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *