સવારે ધુમ્મસ સાથે આહલાદકતા,બપોરે આકરી ગરમી,એપ્રિલની શરૂઆતમાં જ ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચશે.

Latest vadodara

શહેરમાં ગુરૂવારે વહેલી સવારે ધુમ્મસ છવાતા આહલાદક અનુભવાયો હતો. જયારે બપોરે 39 ડિગ્રીની આકરી ગરમી અનુભવાય હતી. હવામાન ખાતાએ 1 એપ્રીલથી ગરમીનો પારો 42 ડિગ્રી પહોંચવાની આગાહી કરતાં હિટવેવની સંભાવનાઓ વધી છે. પશ્ચિમથી આવનારા ગરમ પવનો ગરમીમાં વધારો કરશે. ઉનાળામાં ધુમ્મસ કેમ? સુર્યના કિરણો ધરતી સુધી પહોચતા જ ધુમ્મસ દુર થયું હતું. ધુમ્મસ ફેલાવવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. જેમાં દિવસ દરમિયાન સુર્યમાંથી આવતી ગરમી પૃથ્વી શોષે છે. આ ગરમી રાત્રિ દરમિયાન પૃથ્વી પરથી પાછી આકાશમાં ફેંકાય છે. રાત્રિ દરમિયાન જમીન અને તેની આસપાસની હવા પણ ઠંડી પડે છે. આ પ્રક્રિયાને રેડીએટીવ કૂલિંગ પણ કહેવાય છે. જેના પગલે પણ સવારે ધુમ્મસ નજરે પડતું હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *