શહેરની કેની પટેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીને પ્રશ્ન પૂછશે. 1 એપ્રિલના રોજ પરીક્ષા પે ચર્ચાની 5મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પીએમ વિશ્વભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા સાથે સીધો સંવાદ કરશે. તેમજ વિદ્યાર્થીને વડાપ્રધાનને પ્રશ્ન પૂછવાની તક મળશે. જેની પસંદગી પહેલેથી કરવામાં આવી હતી. 19 જાન્યુઆરીએ થયેલ ઓનલાઈન સર્જનાત્મક લેખન સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓની દરેક રાજયમાંથી પસંદગી કરાઈ હતી. ગુજરાતમાંથી 3 વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ હતી. જેમાંથી વડોદરાની ધો-10 માં ભણતી કેની પટેલની પસંદગી કરાઈ છે. જે આજે વડાપ્રધાનને પ્રશ્ન પૂછશે. કેની પટેલ દ્વારા વડાપ્રધાનને પ્રશ્ન કરવામાં આવ્યો છે કે પરીક્ષાના સમયમાં જરૂરી આરામ સાથે પોતાના માર્ક્સ વધારવા માટે અભ્યાસક્રમને પૂર્ણ કરવાની ચિંતાને કઈ રીતે બેલેન્સ કરી શકાય? પરીક્ષા પે ચર્ચાનું આયોજન નવી દિલ્હીના તાલકોટરા સ્ટેડિયમ ખાતે સવારે 11 વાગ્યાથી ટાઉનહોલ ઈન્ટરેક્ટિવ ફોર્મેટમાં કરાશે. જેનું લાઈવ પ્રસારણ કરાશે.