વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આજે 100 કરોડના બોન્ડસનું બી.એસ.ઇ.માં લિસ્ટિંગ કર્યું હતું. જોકે તે અગાઉ 28 મી માર્ચના રોજ કોર્પોરેશનના બેંક ખાતામાં 100 કરોડની રકમ જમા થઈ ગઈ હતી. જેનો વિવિધ વિકાસ કાર્યોમાં ઉપયોગ થશે. બોન્ડસએ કંપની અને સરકાર માટે નાણાં એકત્રિત કરવાનું એક સાધન છે. બોન્ડ દ્વારા એકત્ર થયેલ નાણાં દેવાની શ્રેણી હેઠળ આવે છે. કંપની તેના વ્યવસાયને વિસ્તૃત કરવા માટે સમય સમય પર બોક્સમાંથી નાણાં ઉભા કરે છે. આવક અને ખર્ચ વચ્ચેના અંતરને પહોંચી વળવા માટે સરકાર લોન પણ લે છે. તે બોન્ડ દ્વારા આ લોન લે છે. સરકાર દ્વારા જારી કરાયેલા બોન્ડોને સરકારી બોન્ડ કહેવામાં આવે છે. જ્યારે સ્થાનિક સરકાર અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનને તેના પ્રોજેટ્સ ચલાવવા, રસ્તાઓ અથવા શાળાઓ બનાવવા અથવા સરકારી કામો માટે પૈસાની જરૂર હોય ત્યારે સ્થાનિક સરકાર બોન્ડ પણ ઈશ્યુ કરી શકે છે. આવા બોન્ડસને મ્યુનિસિપલ બોન્ડસ્ કહેવામાં આવે છે. આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 100 કરોડના બોન્ડસ્નું લોસ્ટિંગ થયું હતું. બોન્ડસ્ના રૂપમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને લોન મેળવી છે. જેમાં દસ ગણાથી વધુ લોકો સહભાગી બન્યા હતા. આ બોન્ડસ્નું વ્યાજ દર 7.15 ટકા રહેશે. જેનું કોર્પોરેશનને પાંચ વર્ષ દરમિયાન વ્યાજ સહિત ચૂકતે કરવાનું રહેશે.