ગુજરાતના ક્વોરી ઉસ્ટોન ક્વોરી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશને કલેક્ટરને આવેદન આપ્યું છે. ક્વોરી ઉદ્યોગને લગતા તમામ પ્રશ્નો ઉકેલવા 30 દિવસનો સમય આપ્યો છે. જો ઉકેલ નહી આવે તો ક્વોરી ઉદ્યોગને બંધ કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.દ્યોગના પડતર પ્રજામનગર જિલ્લા બ્લેક સ્ટોન ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખે આવેદનમાં જણાવ્યું છે કે, સરકાર દ્વારા ગુજરાત ક્વોરી ઉદ્યોગને લગતા પ્રશ્નો બાબતે ગત તા.3/01/2011 તથા તા.19/12/2016ના રોજ ગુજરાત બ્લેકટેપ ક્વોરી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે થયેલા લેખિત સમાધાન મુજબ આજદિન સુધી તેનો અમલ થયો નથી. વારંવાર તત્કાલીન મંત્રીઓ તેમજ કમિશ્નર ખાણ અને ખનિજ વિભાગને રૂબરૂ તેમજ પત્ર દ્વારા રજૂઆતો કરી છે. નવી સરકાર બન્યા બાદ પણ મુખ્યમંત્રીને ગુજરાત એસો.ના હોદ્દેદારોએ બે વખત રૂબરૂમાં મળીને લેખિત રજૂઆત કરી છે. તેને પણ બે માસથી વધુ સમય થયો છતાં કોઈ પ્રતિભાવ કે ઉકેલ આવ્યો નથી. જેથી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.શ્નોનું તાત્કાલિક અસરથી નિરાકરણ લાવવા જામનગર જિલ્લા બ્લેકરજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, જો પ્રશ્નોનું નિરાકરણ દિન 30 માં નહીં આવે તો ઉદ્યોગ કોઈ સંજોગોમાં ચલાવી શકાય તેમ નથી. ના છૂટકે ક્વોરી ઉદ્યોગ બંધ રાખવાની ફરજ પડશે. ઉદ્યોગો બંધ કર્યા પછીના આર્થિક નુકસાન તેમજ લાખો કામદારોની રોજગારીની જવાબદારી સરકારની રહેશે.
Home > Saurashtra > Jamnagar > જામનગર જિલ્લા બ્લેક સ્ટોન ક્વોરી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશને ઉદ્યોગના પડતર પ્રશ્ને કલેક્ટરને રજૂઆત કરી.