જામનગરથી દિલ્હી – હરિદ્વાર તરફ જતી ટ્રેનમાં વેકેશન, અને ચૈત્ર મહિનો નજીક હોવાના કારણે મુસાફરોનો ઘસારો વધુ જોવા મળી રહ્યો છે. જેને કારણે 30 માર્ચ ની સ્થિતિએ ઉત્તરાંચલ એક્સપ્રેસમાં 1લી એપ્રિલથી 3જૂન સુધી ફૂલ છે. જેને પગલે ટ્રેનના તમામ કોચોમાં મસમોટા વેઇટિંગ નોંધાઈ રહ્યા છે. આ ટ્રેનમાં સૌથી વધુ વેઇટિંગ સ્લીપર કોચમાં નોંધાયું છે. કોરોના કાળ દરમ્યાન લોકો સંક્રમણના ભય થી મુસાફરી કરવાનું ટાળી રહ્યા હતા. પરંતુ ચાલુ વર્ષે કોરોનાનાં કેસ તળીયે પહોંચતા છે તો વળી બાળકોનુ વેકેશન તેમજ ચૈત્ર મહિનો શરૂ થવાથી દિલ્હી હરદ્વાર તરફ મુસાફરોનો ઘસારો વધુ જોવા મળી રહ્યો છે. જેના કારણે જામનગર રેલવે સ્ટેશનથી દર શુક્રવારે ઉપડતી ઉતરાંચલ એક્સપ્રેસમાં મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે. જેને કારણે આ ટ્રેનમાં મસમોટું વેટિંગ જોવા મળી રહ્યું છે. 30 માર્ચની સ્થિતિએ 1લી એપ્રિલથી 3જૂન સુધી આ ટ્રેન ફૂલ હોવાને કારણે તમામ કોચો વેઇટિંગમાં ટિકિટ મળી રહી છે. જેમાં સેકન્ડ એસીમાં 28, થ્રી ટાયર એસી માં 89 વેઇટિંગ છે. જ્યારે સૌથી વધુ 107 વેઇટિંગ સ્લીપર કોચમાં નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની એક માત્ર આ ટ્રેન છે કે જે હરિદ્વાર અને દ્વારકા જેવા યાત્રાધામ ને જોડે છે. દર વર્ષે આ ટ્રેનમાં ટ્રાફિક પણ ખૂબ સારો જોવા મળે છે.આથી જો આ ટ્રેન ની ફિક્વન્સી વધારો કરવામાં આવે તો મુસાફરોને સારો લાભ થઈ શકે.
Home > Saurashtra > Jamnagar > જામનગર સ્ટેશનથી ઉપડતી ઉત્તરાંચલ એક્સપ્રેસ 1લી એપ્રિલથી 3 જૂન સુધી ફુલ, 100થી વધુ વેઈટીંગ.