ગાંધીનગર જિલ્લામાં ખરીફ પાકોનું વાવેતર ઢીલમાં ચાલી રહ્યું છે. વીજળી અને પાણીના પ્રશ્નો ઉપરાંત મજુરોની ઉપલબ્ધિમાં પણ સમસ્યાના કારણે આ સ્થિતિ સર્જાઇ છે. ત્યારે દહેગામ તાલુકામાં ઉનાળુ બાજરીનું વાવેતર સૌથી વધુ થયું છે. જ્યારે કમાત્ર કલોલ તાલુકામાં ડાંગર વાવામાં આવી છે. તેવી સ્થિતિમાં જ રહ્યા હોવાનું કૃષિ વિભાગના આંકડા પરથી ફલિત થઇ રહ્યું છે. ત્યારે જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષની વાવેતરની સરેરાશની સામે હજુ સુધીમાં કુલ વાવેતર ૫૦થી ૫૨ ટકા સુધી જ પહોંચી શક્યુ છે. ગાંધીનગર જિલ્લામાં સરેરાશ ૨૪થી ૨૫ હજાર હેક્ટરમાં ઉનાળુ ખેતી કરવામાં આવે છે. તેમાં સૌથી આગળ દહેગામ તાલુકામાં ૧૦૮ ટકા ઉપરાંત વાવેતર થયું છે. જ્યારે માણસા તાલુકામાં સૌથી ઓછુ ૨૪ ટકા વિસ્તારમાં, ગાંધીનગર તાલુકામાં ૩૧ ટકા વિસ્તારમાં અને દહેગામ તાલુકામાં ૩૮ ટકા વિસ્તારમાં વાવેતર થયું છે. કુલ મળીને ૧૩ હજાર હેક્ટર વિસ્તારમાં ત્યાર સુધીમાં વાવેતર થઇ ગયાનો અંદાજ આપવામાં આવ્યો છે. ડાંગરનું વાવેતર ૪૬ હેક્ટરની સરેરાશ સામે માત્ર કલોલ તાલુકામાં ૭૦ હેક્ટરમાં, બાજરીનું વાવેતર દહેગામમાં ૩ હજાર હેક્ટરમાં, ગાંધીનગરમાં ૬૫૦ હેક્ટરમાં કોલોમાં ૩૧૦ હેક્ટરમાં અને માણસામાં ૧૧૦ હેક્ટરમાં થયું છે. જ્યારે મગનું વાવેતર એકમાત્ર દહેગામ તાલુકામાં ૨૦ હેક્ટરમાં થયું છે. મગફળીનું વાવેતર જિલ્લામાં વધીને ૭૦ હેક્ટર પર પહોંચ્યુ છે, જેની સરેરાશ ૪૯ હેક્ટરની રહી છે. તલનું વાવેતર ૨ હેક્ટરની સરેરાશ સામે ક માત્ર દહેગામ તાલુકામાં ૪૨ હેક્ટરમાં થયું છે. જ્યારે શાકભાજીનું સરેરાશની સામે અડધાથી વધારે ૨૬૦૦ હેક્ટરમાં અને ઘાસચારાનું વાવેતર ૧૪૦૦૦ હેક્ટરની સરેરાશ સામે ૫ હજાર હેક્ટરમાં થયું છે.