જામનગર શહેર-જિલ્લામાં ધો.10 અને ઘો.12ની બોર્ડ પરીક્ષા સોમવારે શરૂ થઇ છે જેમાં બોર્ડ પરીક્ષાના ત્રીજા દિવસે ઘો.10ના ગણિત વિષયના પેપરમાં લાલપુરના એક વિધાલયમાં નિરીક્ષક ટીમે એક વિધાર્થીને કાપલી મારફત કોપી કરતા પકડી પાડતા ચાલુ વર્ષની બોર્ડ પરીક્ષાનો પ્રથમ કોપી કેસ નોંધાયો છે.જોકે,ઘો.12ની બોર્ડ પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં આગળ ધપી રહી છે. જામનગર શહેર-જિલ્લામાં બોર્ડ પરીક્ષાનો ગત સોમવારે પ્રારંભ થયો છે જેમાં ઘો.10માં બુધવારે ગણિત વિષયનુ પેપર લેવાયુ હતુ.જે પેપરમાં કુલ 14,793 વિધાર્થીઓ પૈકી 14,390 પરીક્ષાર્થીઓ હાજર રહયા હતા અને 402 વિધાર્થીઓ ગેરહાજર રહયો હતા. જયારે ગણિત વિષયના પેપરમાં લાલપુરના પરીક્ષા કેન્દ્રમાં એક કોપી કેસ નોંધાયો છે.લાલપુરના માધવ વિધાલયનમાં ઘો.10ના ગણિત વિષયની પરીક્ષા વેળાએ નિરીક્ષક ટીમે એક વિધાર્થીને કાપલી મારફતે કોપી કરતા પકડી પાડયો હતો.જે બાદ તેને પરીક્ષા આપી દેવાયા બાદ તેના પેપરમાં જરૂરી લાલ શેરા મારી નિયત ફોર્મ પણ ભરી ડીઇઓ કચેરી મારફતે પેપર સીલ કરી અલગથી મોકલી દેવાયુ હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ. જયારે બપોર બાદ ઘો.12ની બોર્ડ પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહમાં કેમેસ્ટ્રીના પેપરટમાં 1536 વિધાર્થીઓ હાજર રહયા હતા જયારે 22 છાત્રો ગેર હાજર રહયા હતા. જયારે ઘો.12ના સામાન્ય પ્રવાહની પરીક્ષામાં તત્વજ્ઞાન વિષયના પેપરમાં 154 પરીક્ષાર્થીઓ પૈકી 149 છાત્રો હાજર અને 05 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહયા હતા.જયારે ઘો.12ના બંને પ્રવાહની બોર્ડ પરીક્ષાનો ત્રીજો દિવસ પણ શાંતિપુર્ણ રહયો હતો.જોકે, જામનગર શહેર-જિલ્લામાં ઘો.10માં એક કોપીકેસ નોંધાતા લાંબા સમય બાદ ગેરરિતીનો કિસ્સો સામે આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોરોના મહામારીના કહેરને કારણે ધો.10 અને ધો.12 બંને બોર્ડના પરીક્ષાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જો કે, થોડા સમય પૂર્વે કોરોનાની ત્રીજી લહેર પણ મહદઅંશે પૂર્ણ થઈ હતી. જેના પગલે જામનગર સહિત રાજ્યભરમાં ગત સોમવારથી બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. જામનગર શહેર-જિલ્લામાં ધો.10-12માં 27,546 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા જેમાં ધો.10માં 18,198 અને ધો.12 સામાન્ય પ્ર.માં 7776 અને વિજ્ઞાન પ્રવાહમાં 1572 છાત્રો નોંધાયા હતા.