રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
ઉત્તરપ્રદેશના ૧૪૦૦ થી વધુ પ્રવાસીઓને દાહોદથી તેમના વતન મોકલવામાં આવ્યા.
દાહોદ રેલ્વે સ્ટેશનથી આજે સાંજે પ્રવાસી શ્રમવીરોના ત્રીજા સમુહને વિશેષ ટ્રેન મારફત તેમના વતન માટે રવાના કરવામાં આવ્યા હતા. જેમાં દાહોદથી બસ્તી સુધી આ ટ્રેન ચલાવવામાં આવી છે, વચ્ચે કાનપુર અને અલીગઢ, ફેઝાબાદ પણ આ ટ્રેન રોકાશે. આ પહેલા બે ટ્રેન મારફત પ્રવાસી શ્રમવીરોનો તેમના વતન મોકલવાની કાર્યવાહી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.
આજની આ શ્રમિક વિશેષ ટ્રેનમાં ખેડા તથા મહિસાગર જિલ્લામાં ફસાયેલા પરપ્રાંતીયોને પણ દાહોદ થી યુપીમાં તેમના વતન મોકલવામાં આવ્યા હતા.