આઝાદીની લડત વખતે લોકોના રક્ષણ અને કલ્યાણ માટે જૂનાગઢના બે સંતોનું યોગદાન.

Junagadh Latest

જૂનાગઢ શહેરમાં હિન્દુ ધર્મનું અનોખું મહત્વ છે. જૂનાગઢ શહેર સાથે જોડાયેલા સ્થળો જેવા કે ગિરનાર, દામોદરકુંડ, ઉપરકોટ, નરસિંહ મહેતાનો ચોરો, સ્વામી મંદિર સહિતના અનેક સ્થળો ધર્મનો સંચાર કરે છે. ધર્મસ્થાનોને જીવંત રાખી ધર્મનો પ્રચાર કરનાર સંતોનું અમૂલ્ય યોગદાન છે. જેથી સંતોની ભૂમિમાં સંતોનું અમૂલ્ય યોગદાન વિશે હરી ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાનાર શોભાયાત્રામાં તેમના કર્મોની ઝાંખી ફરી જીવંત કરાશે. જૂનાગઢમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું ભવ્ય આયોજન થઇ રહ્યું છે ત્યારે શોભાયાત્રામાં જૂનાગઢની આઝાદી વખતે અમૂલ્ય યોગદાન આપનાર બે સંતો જેના કાર્યો વિશે દિવ્ય ભાસ્કર લોકોને પરિચિત કરાવી રહ્યું છે. 15 ઓગષ્ટ, 1947ના સમગ્ર દેશ આઝાદ થયો પરંતુ જૂનાગઢના નવાબે જૂનાગઢને હિન્દુસ્તાન સાથે ન જોડવાનો નિર્ણય લીધો હતો. તે સમયે રાજ્યમાં અરાજક્તા હિંસા શરૂ થઇ હતી. લોકોએ ગામ છોડી હિજરત કરવાની સ્થિતી સર્જાઇ હતી. આવી સ્થિતીનીમાં લોકોના રક્ષણ અને કલ્યાણ માટે બે સંતો આગળ આવ્યા હતા. પ્રથમ મોટી હવેલીના. તેઓને તાલીમ અને હથીયારની સુવિધા પુરી પાડવામાં આવી હતી. પુરૂષોતમલાલજી મહારાજ ધાર્મિક કાર્યના બહાને ચોકી ગામ સુધી જઇ ત્યાંથી મોટર માર્ગે રાજકોટ જઇ વિગેરે સાથે પરામર્શ કરી જૂનાગઢના આઝાદીના મિશનને વેગ આપ્યો હતો. આ માહિતી તત્કાલિન નવાને મળતા બન્ને સંતોએ સલામતી માટે ભૂગર્ભમાં ચાલ્યા જવાની આવશ્યકતા ઉભી થઇ હતી. અંતે 9 નવેમ્બર, 1947ના ઉપરકોટ ખાતે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી જૂનાગઢની આઝાદીની ઘોષણા કરવામાં આવી હતી. સાંજનાં છ વાગ્યે કેપ્ટન હાર્વે જોન્સ અને જૂનાગઢ રાજ્યનાં ચીફ સેક્રેટરી પાસેથી ચાર્જ સંભાળી લીધો હતો. ઉપરકોટ પર હિંદ સંઘનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો. શામળદાસ ગાંધીએ તિરંગાને સલામી આપી અને જૂનાગઢ પાકિસ્તાનની ચુંગાલમાંથી મુક્ત થયું. જુનાગઢની આઝાદીમાં સંતોના યોગદાન વિષય ઉપર આદ્યકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઈતિહાસ વિભાગના ડો. વિશાલ આર. જોષી પુસ્તક લખી રહ્યા છે. તેઓની રાહબરી હેઠળ મોટી હવેલિના સહયોગથી આ વિષય અંતર્ગત એક સુંદર ઝાંખી તૈયાર કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *