જૂનાગઢ શહેરમાં 3 દિવસ બાદ ફરી હિટવેવની અસર રહેશે. તાપમાન 41 થી 43 ડિગ્રી સુધી જવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરમાં હજુ 2 થી 3 દિવસ એટલે કે શુક્રવાર સુધી મહત્તમ તાપમાનનો પારો41 થી 42 ડિગ્રી સુધી રહેશે. બાદમાંફરી વધારો થશે અને શનિ- રવિમાં ફરી હિટવેવની સંભાવના હોય મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી જઇ શકે છે. હજુ 2 દિવસ સુધી ઝાકળ વર્ષા રહેશે. સાથે પવનની ઝડપ પણ રહેશે જેથી બપોરના સમયે લૂ લાગી શકે છે. આ સમયે ખાસ કરીને ઉભા પાકને હળવું અને વારંવાર પિયત આપવું, શક્ય હોય તો સવારે અને સાંજે પિયત આપવું તેમજ ફૂવારા પદ્ધતિથી હોય તો તેના દ્વારા પિયત કરવું વધુ સારૂં રહેશે. ખાસ કરીને જમીનમાં ભેજ જળવાઇ રહે તેવા પગલાં લેવા, પશુને છાયડામાં રાખવા, ચોખ્ખું અને ઠંડુ પાણી આપવું, લીલો ઘાસચારો આપવો, ખનીજ દ્રવ્યો યુક્ત આહાર આપવો તેમજ બપોરના સમયે ચરાવવા ન લઇ જવા.
Home > Saurashtra > Junagadh > ત્રણ દિવસ બાદ ફરી હિટવેવ, ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જશે, શહેરમાં હજુ 2 દિવસ સુધી રહેશે ઝાકળ વર્ષા.