કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ભડકો થયો છે તેથી લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે. ભાવનગરમાં પેટ્રોલે ફરી સદી ફટકારી છે, પેટ્રોલના લીટરના ભાવ રૂ. ૧૦૧.પ૬ની ઉચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. ડીઝલના ભાવ પણ રૂ. ૧૦૦એ પહોંચવા આવ્યા છે તેથી લોકોની હાલત કફોડી થઈ છે. છેલ્લા થોડા દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં આશરે રૂ. ૪ થી પનો વધારો થયો હોવાનુ જાણવા મળેલ છે તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે પરંતુ ભાવ વધારાના પ્રશ્ને ભાજપ સરકાર આંખ આડા કાન કરી રહી છે તેથી લોકોમાં નારાજગી ફેલાઈ છે. ભાવનગર સહિત દેશમાં હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ ઉચ્ચ સપાટીએ જોવા મળી રહ્યા છે તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. દિવાળી પૂર્વે પેટ્રોલ-ડીઝલના ભાવ ખુબ જ વધ્યા હતા તેથી પેટ્રોલ અને ડીઝલ રૂ. ૧૦૦ની સપાટીએ પહોંચી ગયા હતા પરંતુ ત્યારબાદ દિવાળી પર્વ પૂર્વે કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડયુટી ઘટાડયા બાદ રાજ્ય સરકારે પણ વેટ ઘટાડતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે તેથી લોકોને રાહત થઈ હતી. ગત તા. રર માર્ચથી ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો શરૂ થયો છે. છેલ્લા અઠવાડીયામાં આશરે ૪ થી પ વાર પેટ્રાલ-ડીઝલના ભાવમાં થોડો થોડો વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં આશરે રૂ. ૪ થી પનો વધારો અઠવાડીયામાં થઈ ગયો હોવાનુ જાણવા મળેલ છે. ભાવનગરમાં પેટ્રોલના લીટરના ભાવ રૂ. ૧૦૧.પ૬ અને ડીઝલના લીટરના ભાવ રૂ. ૯પ.૭૪ની ઉચ્ચસપાટીએ પહોંચી ગયા છે. ડીઝલના ભાવ પણ રૂ. ૧૦૦એ પહોંચવા આવ્યા છે. પાવર પેટ્રોલના લીટરના ભાવ રૂ. ૧૦પ.પ૯ની સપાટીએ પહોંચ્યા છે તેથી લોકોની ચિંતા વધી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધુ જ હતા તેથી લોકો ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે તેથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા લોકોને બે છેડા ભેગા કરવા મૂશ્કેલ બન્યા છે અને લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના કારણે અન્ય જીવન જરૂરી ચીજવસ્તુ પણ મોંઘી થવાની શકયતા છે તેથી હજુ લોકોની મૂશ્કેલી વધશે તેમ જાણકારો જણાવી રહ્યા છે. હાલ મોંઘવારીના કારણે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી લોકોની હાલત છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સરકારે લોકોને રાહત આપવી જરૂરી બની રહે છે. આગામી દિવસોમાં પણ હજુ પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે તેમ જાણકારો જણાવી રહ્યા છે ત્યારે અચ્છેદિનની વાતો કરતી ભાજપ સરકારને હવે મોંઘવારી નથી દેખાતી તેમ લોકોમુખે ચર્ચાય રહ્યુ છે.