મોરબી: હળવદના પત્રકારો વીજકંપની ના અધિકારીઓ અને કર્મચારીઓ સહિતના કોરોના વોરિયસૅ એવા ૨૦ કમૅચારીઓના હળવદ સરકારી હોસ્પિટલ ખાતે કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

વિશ્વભરમા કોરોના ભયંકર રોગ‌મા અનેક લોકોના મોત અને અનેક લોકો કોરાનાની બિમારી‌મા સપડાયા છે ત્યારે ‌મોરબી જિલ્લાના હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ફરીને વિડીયો ગ્રાફી અને ફોટો ગ્રાફી કરીને કોરોના શંકાસ્પદ કેસોનુ કવરેજ ‌પોતાની અને ‌પરિવારની ચિંતા કર્યા વગર લોકોની વાત તંત્ર સુધી પહોંચાડીને લોકોને વાંચા આપતા હળવદના પત્રકારોઓ કવરેજ કરવા જતાં ‌‌હોય છે ત્યારે હળવદ ના સાત પત્રકારોના કોરાના સેમ્પલ લેવામા આવ્યા હતા. તેમજ વિજ કંપનીના અઘિકારીઓ અને કર્મચારીઓ આવા કપરા સંજોગોમાં પણ ગામડાઓમાં પોતાની ફરજ નિભાવતા હોય છે. આ તમામ કર્મચારીઓ રાત-દિવસ જોયા વગર પોતાના પરિવારની ચિંતા કર્યા વગર કોરોના મહામારીમાં લડી રહ્યા છે. તેવા કમૅચારીઓ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે 20 જેટલા કોરાના સેમ્પલ લેવામાં આવ્યા હતા તમામ નમુના મોરબી થી જામનગર મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવશે કોરોના નેગેટિવ છે કે પોઝિટિવનો રિપોર્ટ આવતીકાલે આવશે. આ અંગે સરકારી હોસ્પિટલના ડોક્ટર અશ્વિનભાઈ આદ્રોજા ‌ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે હળવદ સરકારી હોસ્પિટલમાં સોમવારે કોરોના ટેસ્ટની ૨૦ કીટ આરોગ્ય વિભાગ માંથી આવે છે જે માંથી આજે ૨૦ લોકોના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેના રિપોર્ટ આવતીકાલે આવશે તેમ જણાવ્યું હતું.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *