તાલાલા પંથકમાં સુજલામ-સુફલામનાં કામોમાં ગેરરિતી, જંગલના પ્રોટેક્ટ ફોરેસ્ટ વિસ્તારમાંથી ચેકડેમનાં બદલે જંગલની જમીન ખોદાવા લાગી.

Gir - Somnath Latest

તાલાલા પંથકમાં આવેલ ચેકડેમો- બોડીબંધ અને નદીઓમાં ચોમાસા પૂર્વે પાણીની સંગ્રહ શક્તિ વધારવા સુજલામ- સુફલામ યોજનાના કામો શરૂ થયા હોય ત્યારે વનવિભાગ દ્વારા કરાવાતા કામમાં ભારે ગેરરિતી થતી હોવાનું સામે આવ્યું છે. તાલાલા તાલુકાના જેપુર (ગીર) વિસ્તારના પ્રોટેક્ટ ફોરેસ્ટ વિસ્તારની સર્વે નં-91ની જમીનમાં આવેલ ચેકડેમ ઉંડા ઉતારવા વિભાગીય લેવલે કામગીરી શરૂ થયેલ. પરંતુ કામગીરી ચેકડેમ ઉંડા ઉતારવાના બદલે ચેકડેમની આસપાસની જંગલની જમીનો ખોદી માટી-મોરમનાં ટ્રેક્ટરો ભરી ટ્રેક્ટર દીઠ આઠસોથી એક હજાર રૂપિયામાં વેંચવાનો ગોરખધંધો શરૂ થતા વનવિભાગમાં ચકચાર મચી છે. જેપુર વિસ્તારમાંથી દોઢસો ટ્રેક્ટરોે માટી વેંચી નાંખવામાં આવી હોય જે જંગલની જમીનના ચેકડેમોમાંથી નિકળતી માટી જંગલમાં જ નાંખવાનાં બદલે વનવિભાગનાં ક્યાં અધિકારીનાં આર્શીવાદથી ગેરરિતી ચાલે છે. તેની તાકીદે તપાસ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવા ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *