રાજ્યની 13818 સરકારી સ્કૂલમાં કમ્પ્યુટર લેબ નથી, અમદાવાદની 273 સ્કૂલનો પણ સમાવેશ.

Gandhinagar Latest

રાજ્યમાં સ્માર્ટ, મોડેલ સ્કૂલની વાતો વચ્ચે વાસ્તવિકતા એ છે કે, રાજ્યની 13,818 સરકારી પ્રાથમિક સ્કૂલોમાં કોમ્પ્યુટર લેબ જ નથી. વિધાનસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે આ માહિતી રજૂ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 273 અને અમદાવાદ જિલ્લાની 470 સ્કૂલો કોમ્પ્યુટર લેબ વિનાની છે. દાહોદમાં સૌથી વધુ 1024 સ્કૂલોમાં કોમ્પ્યુટરની લેબ નથી. બીજા નંબરે મહેસાણામાં 991, મહિસાગરમાં 642, કચ્છમાં 739, પાટણમાં 786, રાજકોટમાં 567, ગાંધીનગરમાં 411, છોટાઉદેપુરમાં 928 સ્કૂલોમાં કોમ્પ્યુટર લેબ ઉપલબ્ધ નથી.સરકારે પોતાના જવાબમાં જણાવ્યું છે કે આ સ્કૂલોમાં કોમ્પ્યુટર લેબના સ્થાને નવીનતમ ટેક્નોલોજીના ઉપયોગથી શિક્ષણકાર્ય માટે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ ક્લાસરૂમ ઝડપથી તબક્કાવાર ઉભા કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *