રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ
જલ શક્તિ અભિયાન કેચ ધ રેઈન 2022 અંતર્ગત તાલુકા ની તમામ ગ્રામ પંચાયતો માં આજરોજ સવાર ના 10.00 કલાકે ખાસ ગ્રામ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમા જળ સંચય તથા તેનું આયોજન, જળ સ્ત્રોતો નું મેપિંગ, પીવાના પાણીના સ્ત્રોતો, જળ જીવન મિશન વગેરે વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. આ ખાસ સભા માં જળ સંરક્ષણ, પીવાના પાણી સંબંધે કરવાના કામો નક્કી કરી આ કામો નું GPDP માં સમાવેશ કરવાનો રહેશે.આ ખાસ સભા માં ગ્રામ પંચાયત ના સરપંચ, ડે. સરપંચ, વોર્ડ ના સભ્યો, તલાટી ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રીય જળ અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયત સભ્યો એ શપથ લીધા હતા કે ..
- હું પાણી બચાવવા ની અને તેના વિવેક પુર્વક ઉપયોગ ની શપથ લઉ છું.
- હું એ પણ શપથ લઉ છું કે પાણી નો વિવેક પુર્વક ઉપયોગ કરીશ તથા પાણી ના પ્રત્યેક ટીપાં નું યોગ્ય સંગ્રહ કરીશ અને જળ શક્તિ અભિયાન ” કેચ ધ રેઈન” ને પ્રોત્સાહિત કરવા પુરો સહયોગ આપીશ.
- હું પાણી ને એક અણમોલ સંપત્તિ ગણીશ અને તેમ માની નેજ ઉપયોગ કરીશ.
- હું શપથ લઉ છું કે હું મારા પરિવાર અને પાડોશી ઓને પણ આના વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અને તેને વ્યર્થ ન કરવા માટે પ્રેરણા આપીશ.