ભરૂચ: ડાયાબીટીસ,કીડની તેમજ શ્વાસની બીમારીથી પીડીત આમોદના કોરોના પોઝીટીવ વૃધ્ધનું ગોત્રી હોસ્પિટલમાં મોત

bharuch
રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ

આમોદમાં કોરોના પોઝીટીવ આવેલા નિવૃત્ત શિક્ષકનું ગત રોજ રાત્રીના સમયે ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જે સાથે ભરૂચ જિલ્લાનો કોરોના મોતનો આકડો ત્રણ ઉપર પહોંચ્યો હતો. ચતુરભાઈ પરમાર ૨૪મી એપ્રિલના રોજ ભરૂચના તવરા ખાતે માતૃછાયા સોસાયટીમાં તેમના નિવાસસ્થાને બાથરૂમમાં પડી જવાથી જમણા પગમાં ફેક્ચર થયું હતું. અને તેમને ભરૂચમાં સારવાર ના મળતા ૨૮મી એપ્રિલે વડોદરા ખાનગી મલ્ટી કેર સ્પેશ્યલ હોસ્પિટલમાં પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ ૩૦મી એપ્રિલના રોજ આમોદ પોતાના ઘરે આવ્યા હતા અને દશ દિવસ રહ્યા હતા. ત્યારબાદ ૧૧મી મે એ મળસ્કે તેમને શ્વાસોચ્છવાસની તકલીફ થતા તેમને વડોદરા ગોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.૭૯ વર્ષના ચતુરભાઈ ત્રિભોવનભાઈ પરમાર કિડની તેમજ ડાયાબિટીસ તેમજ શ્વાસોચ્છવાસની તકલીફથી પીડાતા હતા. અને કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેમણે કોરોના સામે સાત દિવસ સુધી લડત આપી આખરે તેમનું ગતરોજ રાત્રીના સમયે સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું આ સાથે ભરૂચ જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક ત્રણ ઉપર પહોંચ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *