સંખેડા તાલુકા મથકે આવેલી રેરફલ હોસ્પિટલમાં 3 ડોકટરની જગ્યા છે.પણ છેલ્લા 15 દિવસથી માત્ર એક જ ડોકટર છે. તાલુકા મથકની આ હોસ્પિટલના એક ડોકટર લાંબા સમયથી ગાંધીનગર ડેપ્યુટેશન ઉપર છે. જ્યારે બીજા એક ડોકટર સામાજિક કારણોસર રજા ઉપર છે. અહીંયા રોજની ઓપીડી અને ઇન્ડૉર પેશન્ટ પણ વધારે રહે છે. છતાં વધારાનો એકેય ડોકટર મુકાતો નથી. જે હાજર હોય એને 24X7 હાજર રહેવું પડે એવી સ્થિતિ છે. સંખેડા તાલુકા મથકે રેફરલ હોસ્પિટલ આવેલી છે. આ રેફરલ હોસ્પિટલમાં માત્ર સંખેડાના નહીં પરંતુ આસપાસનાં ગામોમાંથી પણ દર્દીઓ આવે છે. અત્રે હોસ્પિટલમાં કુલ ત્રણ ડૉક્ટરોનું મહેકમ છે પરંતુ ત્રણ પૈકી એક ડૉક્ટર લાંબા સમયથી ગાંધીનગર ડેપ્યુટેશન ઉપર ગયેલા છે. જ્યારે અન્ય એક ડોક્ટર સામાજિક કારણોસર રજા ઉપર છે. ફરજ ઉપર માત્ર એક જ ડોક્ટર હાજર છે. આ ડોક્ટરની સ્થિતિ 24 કલાક હાજર રહેવું પડે એવી છે. અહીંયા હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાની સુવિધા છે. જેથી જરૂરિયાતમંદ હોય એવા દર્દીઓને દાખલ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત અન્ય પણ કેટલાક વિભાગો ચાલતા હોય છે. માત્ર એક જ ડોક્ટર વડે આખી હોસ્પિટલ અત્યારે ચાલી રહી છે. થોડા દિવસ પહેલાં અહીંયા એક ડોક્ટરને ડેપ્યુટેશન પર માત્ર એક દિવસ માટે જ મુકવામાં આવ્યા હતા પણ તે બાદથી અહીં અન્ય કોઈ ડોક્ટર પણ ફાળવવામાં આવ્યા નથી.
Home > Madhya Gujarat > Chhota Udaipur > સંખેડા તાલુકાની રેફરલ હોસ્પિટલ માત્ર એક જ ડોક્ટરથી ચાલે છે.