આંગણવાડી બહેનોએ ધરણાં કાર્યક્રમ યોજીને વિરોધ નોંધાવ્યો.

Anand Latest

આણંદ જિલ્લામાં આંગણવાડી ફરજ બજાવતી બહેનોએ પડતર પ્રશ્ન બે દિવસથી હળતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. ત્યારે વહીવટીતંત્રએ મંજૂરી નહીં આપતાં આખરે આંગણવાડી બહેનોએ અમૂલ ડેરી રોડ ગરમીનો પ્રકોપ છતાં સરકાર સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. આણંદજિલ્લા આંગણવાડી ના મહામંત્રી કૈલાસબેને જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં જુદી જુદી આંગણવાડીઓમાં 1500 જેટલી બહેનો ફરજ બજાવે છે. ત્યારે વિવિધ પડતર પ્રશ્નો અંગે રાજય સરકારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવે છે. આથી આંગણવાડી બહેનોએ સોમવારથી હળતાલ પર ઉતરતા પહેલા આણંદ જિલ્લાવહીવટીતંત્ર પાસે મંજૂરી માંગવામાં આવી હતી. છતાંય પણ મંજૂરી નહીં આપવામાં આવતાં આખરે આંગણવાડી બહેનોએ અમૂલ ડેરી રોડ પર ખોદકામ કરેલ હોવા છતાં કંતાન પાથરીને હળતાલપર બેસી ગયા હતા. ઉલ્લેખનીય છે કે આણંદ નગરપાલિકાદ્વારા શહેરને ડસ્ટર મુકત બનાવવા અમુલ ડેરી રોડ પર બ્લોક બેસાડવામાં આવી રહ્યાં છે. ઘણાં ટાઇમ કામગીરી બંધ કરી દેવામાં આવી છે. અમૂલ ડેરી પાસે પસારથતાં માર્ગ ધૂળ ઉડતી હોય રાહદારી અને વાહનચાલકોને હાલાકીઓનો ભોગ બનવું પડે છે. આંગણવાડી બહેનોએ 40 ડિગ્રી ગરમી વચ્ચે પણ 200 વધુ બહેનોએ ધરણાં કાર્યક્રમ યોજીને સૂત્રોચ્ચાર સહિત વિરોધ ધરણાં કાર્યક્રમ યોજાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *