બિલ્ડર-આર્કિટેક ગ્રૂપના 110 કરોડના બેનામી વ્યવહાર મળ્યા, સીલ કરાયેલા 25 બેંક લોકરોની તપાસ જારી; એકસાથે 35 સ્થળે તપાસ.

Latest vadodara

શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ દર્શનમ,વિહવ અને આર્કિટેક્ટ રુચિર શેઠને ત્યાં પડેલા ઇન્કમટેકસના દરોડા દરમિયાન ઈન્કમટેક્સ વિભાગની તપાસમાં 110 કરોડ રૂપિયા ના બિનહિસાબી નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે. આ સાથે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સીલ કરાયેલા 20 થી 25 બેંક લોકરો ની પણ તપાસ કરાઇ રહી છે. કોરોના મહામારી બાદ શહેરમાં પડેલા ઇન્કમટેકસના પ્રથમ દરોડા માં જંગી કાળું નાણું તેમજ બિનહિસાબી નાણાંની વ્યવહારો મળી આવતા શહેરમાં ફરી એક વખત ચર્ચા જાગી છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ગત મહિને પાડવામાં આવેલા દરોડામાં 35 જેટલા સ્થળ ઉપર એક સાથે સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું ત્રણ દિવસ ચાલેલા સર્ચ બાદ આ બિલ્ડર ગ્રૂપના ડિજિટલ વ્યવહારો ને પગલે તપાસનો રેલો લાંબો જશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ઇન્કમટેકસ વિભાગ દ્વારા ઝીણવટ ભરી તપાસ કરતા રૂપિયા 110 કરોડના બેનામી કહી શકાય તેવા નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે જે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે બીજી તરફ કરોડો રૂપિયાની જ્વેલરી અને ગોલ્ડ પણ મળી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે જે અંગે તેની ખરીદીના બિલ ના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. બિલ્ડર ગ્રૂપ અને આર્કિટેક ના ત્યાંથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા 50 જેટલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો એટલે કે કોમ્પ્યુટર લેપટોપ સહિતના સાધનો કબજે લેવામાં આવ્યા હતા જે અંગે એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવી રહી છે. અર્ચના પ્રથમ તબક્કામાં ડિજિટલ એન્ટ્રીઓ અંગે ઇન્કમટેક્સ વિભાગ હરકતમાં આવ્યું હતું. ત્યારે આ લેપટોપ અને અન્ય ઉપકરણો માંથી વધુ બેનામી સંપત્તિઓ અને હિસાબો મળવાની શક્યતાઓ વ્યક્ત કરાઇ છે. ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા કરવામાં આવેલા સરવે દરમિયાન મકાનમાંથી અને અન્ય વ્યવહારો ને પગલે અંદાજે 50 કરોડનું કાળું નાણું ઝડપાયું હતું જેમાં ઘરમાંથી મોટા પ્રમાણમાં રોકડ રકમ પણ મળી આવ્યું હોવાનું ઈન્કમટેક્ષ વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. તપાસના અંતે જંગી રકમ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *