રાજ્યમાં પ્રવાસી શિક્ષકો 31 માર્ચ સુધી જ ફાળવવામાં આવ્યાં હતાં. જેને લઈને શાળા સંચાલક મંડળે વિરોધ કર્યો હતો. મંડળ દ્વારા પ્રવાસી શિક્ષકોને શૈક્ષણિક સત્ર પુરૂ થાય ત્યાં સુધી રાખવામાં આવે તેવી માંગ કરાઈ હતી. શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને શૈક્ષણિક સત્ર પૂરું થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની મુદ્દત વધારી છે અને તમામ શિક્ષણાધિકારીઓને તેનો અમલ કરાવવા સૂચના આપવામાં આવી છે.શિક્ષણ વિભાગે આ માટે તમામ સ્કૂલોને પરિપત્ર પાઠવીને જાણ કરી છે પરંતુ કેટલીક સ્કૂલોએ શિક્ષકોને છુટા કરવા તૈયારી કરી છે. ત્યારે આ સ્કૂલોને પ્રવાસી શિક્ષકોને છુટા નહીં કરવા તથા શિક્ષણ વિભાગના પરિપત્રનો અમલ કરે તે માટે તમામ જિલ્લા શિક્ષણઅધિકારીને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે પ્રવાસી શિક્ષકો માત્ર 31 માર્ચ સુધી જ ફાળવવામાં આવ્યાં હતાં. પરંતુ 2021-22નું શૈક્ષણિક સત્ર હજુ મે મહિના સુધી ચાલે તેમ છે અને પ્રવાસી શિક્ષક ના હોય તો અનેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી શકે તેમ છે. જેથી રાજ્ય શાળા સંચાલક મંડળે આ મામલે શિક્ષણ વિભાગને અનેક રજુઆતો કરી હતી. જેના પગલે શિક્ષણ વિભાગે પ્રવાસી શિક્ષકોની મુદ્દત વધારીને શૈક્ષણિક સત્ર પુરૂ થાય ત્યાં સુધી કરી દીધી છે.શિક્ષણ વિભાગે આ માટે તમામ સ્કૂલોને પરિપત્ર પાઠવીને જાણ કરી છે પરંતુ કેટલીક સ્કૂલોએ શિક્ષકોને છુટા કરવા તૈયારી કરી છે. ત્યારે આ સ્કૂલોને પ્રવાસી શિક્ષકોને છુટા નહીં કરવા તથા શિક્ષણ વિભાગના પરિપત્રનો અમલ કરે તે માટે તમામ જિલ્લા શિક્ષણઅધિકારીને પત્ર લખીને જાણ કરવામાં આવી છે.