કેશોદ એરપોર્ટ ૧૯૪૫માં નવાબ મહાબત ખાને એરપોર્ટનું બાંધકામ કરાવ્યુ હોવાનુ લોકમુખે ચર્ચાઈછે જેથી કહેવાયછે કે નવાબીકાળનુ કેશોદ એરપોર્ટનો ઉલ્લેખ કરવામાં આવેછે છેલ્લાં બે દશકાથી કેશોદ એરપોર્ટમાં સ્ટાફ હોવા છતાં વિમાની સેવા બંધ છે જેજે વિમાની સેવા ફરીથી શરૂ કરવા વર્ષોથી માંગણીઓ થઈ રહીછે એરપોર્ટ ઓથોરિટી દ્વારા લોક ડાઇન પહેલા એરપોર્ટની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી નવ નિર્મિત કરવામાં આવ્યુ છે લોક ડાઇન પહેલાં કેશોદ એરપોર્ટમાં મુસાફરો માટે વિમાની સેવા શરૂ થવાની જાહેરાત થઈ હતી ત્યાર બાદ કોરોના મહામારીના કારણે વિલંબ થતા ફરીથી એરપોર્ટમાં વિમાની સેવા શરૂ થવાની ચર્ચાઓ થઈ હતી બાદમાં ઉડાન સ્કિમ હેઠળ કેશોદ એરપોર્ટનો સમાવેશ કરી ડીસેમ્બરમાં વિમાની સેવા શરૂ થવાની ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તા. ૯.૯.૨૦૨૧ના રોજ મીડીયા સમક્ષ જાહેરાત કરેલ હતી ત્યાર બાદ ૧૨ માર્ચથી ૭૨ બેઠકનું નાનુ વિમાન મુંબઈ કેશોદ મુબઈ ફ્લાઇટ તથા ૨૩ માર્ચથી કેશોદ અમદાવાદ ફ્લાઇટ શરૂ થવાની ચર્ચાઓ થઇ હતી છતાં કોઈ કારણોસર મુસાફરો માટે વિમાની સેવા શરૂ ન થઈ નથી ત્યારે હાલના વર્ષે કેશોદ એરપોર્ટમાં વિમાની મુસાફરો માટે વિમાની સેવા શરૂ થશે કે કેમ તે જોવાનું રહ્યું
Home > Saurashtra > Junagadh > નવાબીકાળથી બનેલા કેશોદ એરપોર્ટમાં મુસાફરો માટે બે દસકાથી વિમાની સેવા બંધ.