રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ
ગુજરાત રાજ્ય માં સૌથી ઓછી શિક્ષણ ની ગુણવત્તા ધરાવતા કવાંટ તાલુકામાં આજરોજ થી શરૂ થતી ધો- 10 ( SSC ) ની બોર્ડની પરીક્ષામાં કુલ 4 સેન્ટર માં 1582 જેટલા વિધાર્થીઓ એ પરીક્ષા આપવાની શરૂઆત કરી છે. કવાંટ ઇંગ્લિશ હાઈસ્કૂલ માં 670 વિદ્યાર્થીઓ, કવાંટ તાલુકા શાળા નં-1 માં 540, ડોનબોસ્કો હાઈસ્કૂલમાં 300 અને ગોજારીયા મોડેલ સ્કુલમાં 70 વિધાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.કવાંટ તાલુકાના કારોબારી ચેરમેન પિન્ટુભાઇ રાઠવા દ્વારા દરેક વિદ્યાર્થીઓને પેન્સિલ રબર અને પેન નું મફતમાં વિતરણ કરી પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.કવાંટ તાલુકા માં બે વર્ષથી કોરોના મહામારી ને લઈને જે બોર્ડની પરીક્ષા મુલતવી રાખવામાં આવી હતી. ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે ત્યારે પ્રથમ દિવસે C C TV કેમેરા ની નજર હેઠળ પરીક્ષા આપવાની ,પેપર લખવાનીશરૂઆત કઈ રીતે કરવી આવી વિવિધ ચિંતાઓ વિધાર્થીઓના ચહેરા પર જોવા મળી હતી. આ બધી ચિંતાઓ દૂર કરવાનો પ્રયાસ કેટલાક શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવી હતી. પેપર પુર કરીને બહાર આવતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોઈને વાલીઓ અને શિક્ષક ભાઈઓ એ શાંતિપૂર્ણ રીતે વિધાર્થીઓએ પરીક્ષા આપી તેનો હાશકારો અનુભવ્યો હતો.