બેટ દ્વારકાના બોર્ડના વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા સ્થળે પહોંચી શકે તે માટે ઓખા મરીન પોલીસ દ્વારા બોટની વ્યવસ્થા કરવામાં આવી.

Jamnagar Latest

ધોરણ 10 ની પરીક્ષા ચાલુ થઈ રહી હોય ત્યારે બેટ દ્વારકા થી ઓખા પહોંચવા માટે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી ઓખા મરીન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ તથા બેટ પોલીસ સ્ટાફ દ્વારા સ્કૂલના આચાર્ય તથા વાલીઓનો કોન્ટેક કરી ઓખા મરીન પોલીસ ની સરકારી બોટની વ્યવસ્થા કરી આપેલ અને બાળકોને ઉજવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવેલ છે ત્યારે સ્કૂલના આચાર્ય,શિક્ષકોએ તેમજ વાલીઓએ પણ પી.એસ.આઇ તથા તેમના સ્ટાફ નો આભાર માન્યો હતો. સમગ્ર રાજ્ય સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આજ ધોરણ 10 તથા ધોરણ 12 ની બોર્ડ ની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. રાજ્યમાં આજથી શરૂ થયેલી બોર્ડની આ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ નિશ્ચિંત રીતે પરીક્ષા આપી શકે તે માટે તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહી છે.ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિક્ષણ વિભાગ તથા વહીવટી તંત્ર દ્વારા દ્વારકા તાલુકાના બેટ દ્વારકા ખાતે રહેતા વિદ્યાર્થીઓને ધોરણ 10 તથા ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ આપવા માટે કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ સમસ્યાનો સામનો ન થાય અને તેઓ સમયસર કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે એક સ્પેશિયલ ખાસ બોટની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા ખાસ અભિગમ અપનાવી અને દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણ અધિકારી સાથે સંકલન કરી ધોરણ 10 તથા ધોરણ 12 ના બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે બેટ દ્વારકાથી ઓખા પોર્ટ સુધી જવા માટે એકમાત્ર વિકલ્પ હોવાથી તંત્ર દ્વારા સ્પેશિયલ બોટની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે પરીક્ષા કેન્દ્ર સુધી અલગ-અલગ બોટમાં અલગ-અલગ સમયે બોટ સિવાય પહોંચવાનો અન્ય કોઈ રસ્તો ન હોવાથી તંત્રએ માનવીય તથા હકારાત્મક અભિગમ અપનાવી અને આ બોટની વ્યવસ્થા કરવામાં આવતા વિદ્યાર્થીઓ માટે આ બાબત રાહતરૂપ સાથે વાલીઓમાં પણ આ બાબત સરાહનીય બની રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *