વડોદરા શહેર અને જિલ્લામાં 70494 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. વડોદરાથી ગુજરાતભરમાં આજથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. વડોદરા શહેરની ઊર્મિ સ્કૂલ ખાતે આજે વિદ્યાર્થીઓને ઢોલ-નગારાના તાલે અને ફૂલ તેમજ ગોળ-ધાણા ખવડાવી ને ખાવ કરવામાં આવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓ માટે પ્રાયશ્ચિત પેટી પણ મુકવામાં આવી હતી. જેમાં તેઓ જો કોઈ કાપલી લાગ્યા હોય તો પરીક્ષા પહેલા જ તેમાં મૂકી શકે અને ગેરરીતિથી બચી શકે. દરમિયાન વડોદરાના કલેકટર એબી ગોરે ઓલ્ડ પાદરા રોડ પર આવેલ વિદ્યુત વિદ્યાલય ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓને આવકાર્યા હતા. અહીં વડોદરા શહેરના નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખએ પણ પરીક્ષાર્થીઓને આવકાર્યા હતા. વિધાનસભાનું સત્ર ચાલતું હોવાથી હાલ પોલીસની નજરકેદમાં છે. વડોદરા શહેર અને જિલ્લામાં ધોરણ-10 અને 12મા બોર્ડની પરીક્ષામાં કુલ 70494 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાના પ્રથમ દિવસે ધો.10માં ગુજરાતી, ધો.12 સાયન્સમાં ફિઝિક્સ અને ધો.12 કોમર્સમાં એકાઉન્ટનું પ્રશ્નપત્ર પૂછાશે. 241 સ્થળે શહેર-જિલ્લાના ધો.10-12ના 70,494 વિદ્યાર્થી પરીક્ષા આપશે. જિલ્લામાં ધો.12 સાયન્સના 6,535 વિદ્યાર્થી માટે 36 બિલ્ડિંગમાં 330 બ્લોક, ધો.12 સામાન્ય પ્રવાહના 17,525 વિદ્યાર્થી માટે 59 બિલ્ડિંગમાં 533 બ્લોક ફાળવાયા છે. ધો.10ના 46,434 વિદ્યાર્થી માટે 146 બિલ્ડિંગમાં 1584 બ્લોક ફાળવાયા છે. સેન્ટ્રલ જેલના કેદી માટે 2 બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરાઈ છે. પરીક્ષા માટે જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણ કચેરી કારેલીબાગ ખાતે સવારે 8થી રાતના 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે. પરીક્ષા પૂર્ણ થતાં સુધી આ કંટ્રોલ રૂમમાં વિદ્યાર્થીઓ અને તેમનાં માતા-પિતાને 0265-2461703 નંબર પર માર્ગદર્શન અપાશે.