આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમમાં 125 કલાકાર ભાગ લેશે.

Jamnagar Latest

દેશ જ્યારે આઝાદીની 75 મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર ના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગુજરાત ના પસંદ કરાયેલા 75 શહેરો અને નગરો ખાતે આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક અમૃત યાત્રા શિર્ષક હેઠળ જાણીતા કલાકારો દ્વારા દેશભક્તિ સહિતના જાણીતા ગીતો તથા આઝાદી સાથે જોડાયેલી અનેક ઘટનાઓને મલ્ટી મીડિયા ના સહારે જીવંત કરી ભવ્ય કાર્યક્રમનું આયોજન 28 માર્ચના સાંજે 6.30 દ્રારકાના શિવરાજપુર બીચ ખાતે કરાયું છે. આઝાદીના વિવિધ પ્રસંગો માંથી ખાસ પ્રસંગોની પસંદગી કરી જાણીતા નાટ્ય લેખક – દિગ્દર્શક નિસર્ગ ત્રીવેદી તથા શિલ્પા ઠાકરે એ પ્રસંગોને નાટ્ય સ્વરૂપ આપી. લેખન અને દિગ્દર્શન ની બેવડી જવાબદારી સંભાળી છે. જ્યારે વિષય સાથે જોડાયેલા ચુનંદા ગીતો પર નૃત્ય નિર્દેશન ની જવાબદારી જાણીતા નૃત્ય નિર્દેશક અંકુર પઠાણે સંભાળી છે. જેમાં જુનાગઢ ના નુપુર કલાવૃન્દ, પોરબંદર ના મેર રાસ મંડળ તથા પોરબંદર ના સંસ્કૃતિ પરફોર્મીગ આર્ટ દ્વારા વિવિધ કૃતિઓ રજુ થશે. કોરોના કાળ પછી વધુ માં વધુ કલાકારો ને આ કાર્યક્રમમાં સમાવી એક નોંધનીય રોજગારી ઉભી કરવાનો હકારાત્મક અભિગમ રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે. કાર્યક્રમમાં કલાકારો રાગીણી પંચાલ અને હિમાંશુ ચૌહાણ તથા જાણીતા કલાકારો ઇશાની દવે તથા હાર્દિક દવે પોતાના સ્વરો રેલાવશે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જેમનું નામ છે તેવા જાણીતા લેખિકા તથા વક્તા કાજલ ઓઝા વૈદ્ય પોતાની આગવી શૈલીમાં આઝાદી ને લગતી કેટલીક વાતો સાથે સ્ટેજ શોભાવશે. ગુજરાત ના જાણીતા લોકસાહિત્યકાર સુખદેવ ગઢવી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કરશે. આમ આ કાર્યક્રમ પ્રેક્ષકો વિનામુલ્યે જોઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *