દાહોદ જિલ્લામાં 28 માર્ચથી શરૂ થતી બોર્ડ પરીક્ષાના અનુસંધાને દાહોદ જિલ્લા કલેકટર દ્વારા જિલ્લામાં ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આ બાબતે લીમખેડા PI એમ.જી.ડામોરે ડીજે સંચાલકોને અખબારી યાદીના માધ્યમથી ચેતવણી પણ જાહેર કરી હતી. તેમ છતાં પણ લીમખેડા તાલુકામાં ડીજે સંચાલકો દ્વારા મોડી રાત સુધી મોટા અવાજે બેધડક ડીજે વગાડવામાં આવી રહ્યાં હતાં. જેના કારણે લીમખેડા PI એમ.જી.ડામોર તથા સ્ટાફના માણસોએ વિવિધ સામાજિક પ્રસંગોમાં મોટા અવાજે વાગી રહેલા 9 જેટલાં ડીજે જપ્ત કરી લીમખેડા પોલીસ મથકમાં ડિટેઇન કર્યા હતા. તેમજ ડીજે સંચાલકો વિરુદ્ધ જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી હતી.
Home > Madhya Gujarat > Dahod > બોર્ડની પરીક્ષા હોવાથી ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ લીમખેડા તાલુકામાં પોલીસે 9 જેટલા ડીજે જપ્ત કર્યા.