રાજુલા તાલુકામાં ખેતીવાડીમાં વીજબિલ નહી ભરનાર ખેડૂતોના વીજ તંત્રએ ટ્રાન્સફાેર્મર ઉતારી લેવાયા હતા. અહી વિસળીયા અને નેસડીના ખેડૂતો લાંબા સમયથી વીજ બિલ નહી ભરપાઈ કરતા તેમની સામે કાર્યવાહી કરાઈ હતી. વીજવિભાગના ડી.જી. વનરાએ જણાવ્યું હતું કે માર્ચ મહિનો પૂર્ણ થવા આવ્યો છે. છતાં પણ કેટલાક ખેડૂતોએ હજુ ખેતીવાડીનું વીજબિલ ભરપાઈ કર્યું નથી. અનેક વખત વીજબિલ ભરપાઈ કરવા માટે ગ્રાહકોનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમ છતાં પણ હજુ સુધી વીજબિલ ભરપાઈ કર્યા નથી. ત્યારે હવે વીજ તંત્રએ બાકીદારોના વીજ ટ્રાન્સફાેર્મર હટાવવાની કામગીરી શરૂ કરી છે. રાજુલા તાલુકાના વિશળીયા ખાતે એક ખેડૂતોન લાંબા સમયથી 3.86 લાખની રકમ વિજબિલ પેટે બાકી હતી. તેમજ નેસડીમાં પણે એક ખેડૂતની 1.90 લાખ વીજબિલ બાકી હતું. જેના કારણે વીજ તંત્ર દ્વારા આ બંને ખેડૂતોના ખેતરમાં રહેલ વીજ ટ્રાન્સફાેર્મર હટાવી દીધા હતા. અને પાવર સપલાઈ બંધ કરાઈ હતી. વિજ તંત્રએ બાકીદારોના વીજટ્રાન્સફાેર્મર દુર કરવાની કામગીરી શરૂ કરતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.