“જ્ઞાન વહેંચો એટલું વધે”સૂત્રને સાર્થક કરનાર કે.ડી.ફાટક અને રશ્મિબેન ફાટકની પ્રેરણાદાયી કામગીરી સૌએ બિરદાવી. આંબળાશ ગીર ગામના સરપંચ માયાબેન વાછાણી તથા પંચાયત પરિવારે ફાટક પરિવારનો આભાર વ્યક્ત કર્યો. તાલાલા ગીરના નિવૃત શિક્ષક કે.ડી.ફાટક તથા રશ્મિબેન ફાટક તથા તેમના પુત્ર બોરવાવ ગીર મેડિકલ ઓફિસર ડો.સિદ્ધાર્થભાઈ ફાટકે વિવિધ પ્રકારના વૈવિધ્યપૂર્ણ ૨૫૧ પુસ્તકો આંબળાશ ગીર ગામની ગ્રામ પંચાયત સંચાલિત સ્વામી વિવેકાનંદ પુસ્તકાલયમાં અર્પણ કરતા શિક્ષક દંપતીના પ્રેરણાદાય કાર્યને સૌએ ઉમળકાભેર આવકારી ફાટક પરિવારને અભિનંદન આપ્યા હતા. શિક્ષક નવદંપતી પરિવારમાં વાંચનની જબરી રુચિ હોય વૈવિધ્યપૂર્ણ અલગ-અલગ પ્રકારના ૨૫૧ જેટલા પુસ્તકોનો ખજાનો આ પરિવાર પાસે હતો,ફાટક પરિવારની ઇચ્છા હતી કે આ પુસ્તકોનો લાભ અબાલ-વૃદ્ધ સૌને પ્રાપ્ત થાય,આ પુસ્તકો લોકોના જીવનમાં ઉપયોગી બને માટે તાજેતરમાં આંબળાશ ગીર ગામની ગ્રામ પંચાયત કચેરીએ નવનિર્મિત શરૂ કરેલ લાઇબ્રેરીને તમામ પુસ્તકો ભેટમાં આપી”જ્ઞાન વહેંચો એટલું જ્ઞાન વધે”આ સૂત્રને સાર્થક કર્યું હતું. આંબળાશ ગીર ગામના સરપંચ માયાબેન વાછાણી તથા ગ્રામ પંચાયતના તમામ સભ્યોએ ફાટક પરિવારે લોકોના જીવનમાં ઉપયોગી આવે તેવો કીંમતી પુસ્તકોનો ખજાનો ભેટ આપવા બદલ ફાટક પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
Home > Saurashtra > Gir - Somnath > તાલાલાનાં નિવૃત શિક્ષક દંપતીએ આંબળાશ ગીરની વાંચનાલયને ૨૫૧ પુસ્તકોની ભેટ આપી.