કોરોના બાદ હાલ રશિયા-યુક્રેન વચ્ચેની યુદ્ધની સ્થિતિની અસર વૈશ્વિક બજારમાં જોવા મળી રહી છે. જેને લઇને પેટ્રોલ, ડીઝલ, તેલ, દૂધ, ગેસ સહિતની આવશ્યક ચિજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થતા ગરીબ અને મધ્યમવર્ગના લોકો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. એવામાં હવે રસોડાના રાજા તરીકે ઓળખતા મસાલાઓમા હિંગ, મરચા, હળદર, ધાણા સહિતના ભાવમાં 25 થી 30 ટકાનો વધારો થતા મોંઘા થયા છે. જેને લઈને ગૃહિણીઓનું બજેટ ખોરવાવાનો વારો આવ્યો છે. જેને લઇને આખા વર્ષના મસાલા માર્ચ-એપ્રિલ મહિનામાં ભરાતા હોય છે. પરંતુ ભાવ વધારાથી મસાલાની ખરીદીમાં કાપ મૂકાયો છે. જેને લઇને વર્ષ દરમિયાન રસોઇનો સ્વાદ પણ ખોરવાશે. મસાલાના ભાવમાં વધારો થતા ગ્રાહકી પણ ઓછી જોવા મળી રહી છે. જેને લઇને મસાલાની સિઝનના વેપારની કમાણીમાં ધટાડો જોવા મળશે. જ્યારે હિંગનો ભાવ આસમાને પહોચતા આચાર મસાલો મોંધો થયો છે. જેને કારણે આગામી દિવસોમાં વર્ષભરનું તૈયાર કરવામાં આવતું અથાણુ પણ મોધુ પડશે તે નક્કી છે. અફઘાનિસ્તાનમાંથી ભારતમાં હીંગ આવે છે. પરંતુ આ વર્ષે હીંગના પાકમાં નુકશાન જવાથી હીંગના ભાવમાં વધારો થયો છે. જેને કારણે ચાલુ વર્ષે અથાણાનો સમાલો મોંધો રહેશે.