રાજ્યમાં કંટેઇન્મેન્ટ અને નોન કંટેઇન્મેન્ટ ઝોન બનાવાયા : કંટેઇન્મેન્ટ ઝોનમાં કોઈપણ પ્રકારની છૂટછાટ અપાશે નહીં : નોન કંટેઇન્મેન્ટ ઝોનમાં ઓડ ઇવન મુજબ દુકાનો ખોલવાની છૂટ : પાન-માવાની દુકાનો ,હેર કટિંગ સલૂનને પણ મંજૂરી : અમદાવાદ સિવાયના સમગ્ર રાજ્યમાં એસટી બસ શરુ કરાશે : અમદાવાદ-સુરત સિવાયના શહેરોમાં ઓટો રિક્ષાને મંજૂરી : એક રિક્ષામાં વધુમાં વધુ બે પેસેન્જરોને છૂટ : કેબમાં ડ્રાઈવર સાથે બે મુસાફરોને મંજૂરી : 33 ટકા સાથે ખાનગી ઓફિસો ખોલી શકાશે.
સાંજે 7 વાગ્યા થી સવારે 7 સુધી લોકડાઉનનો કડક અમલ : શાળા-કોલેજ,જી, સ્વિમિંગ પુલ,જાહેર કાર્યક્રમોને મંજૂરી નહીં : કંટેઇન્મેન્ટ ઝોનમાં શાકભાજી સહીત આવશ્યક સેવાને મંજૂરી નહીં : રેસ્ટોરન્ટ હોટેલો બંધ રહેશે :માર્કેટ વિસ્તારમાં દુકાનોને છૂટ : એક દુકાનમાં 5થી વધુ ગ્રાહકોને મનાઈ.
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સાંજે 7:30 કલાકે પ્રજાજનો જોગ ખાસ ગાઈડ લાઈન રજૂ કરી છે. સમગ્ર ગુજરાતની નજર હતી છૂટછાટ માટેની આ જાહેરાત પર હતી ત્યારે રાજ્યમાં કંટેઇન્મેન્ટ ઝોન અને નોન કંટેઇન્મેન્ટ ઝોન એમ બે ભાગમાં વહેંચી દેવાયું છે જેમાં કંટેઇન્મેન્ટ ઝોન અને નોન કંટેઇન્મેન્ટ ઝોનમાં કેટલીક છૂટછાટ આપી છેમુખ્યમંત્રીએ પોતાના સંબોધન પ્રારંભે કહ્યું કે ગુજરાતના સૌ કોરોના વોરિયર્સએ લોકોના સહકારથી ત્રણેય લોકડાઉનમાં સાથ આપ્યો છે.
ડોકટર, નર્સ, પોલીસ, કોર્પોરેશન, કલેકટર તંત્રોએ પોતાનું કર્તવ્ય બજવ્યું છે તે માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
સૌએ સાથે મળી સંવેદનશીલતાની ઝાંખી કરાવી છે. વડાપ્રધાન શ્રી મોદીએ સમયસર પગલાંઓ લીધા છે.કોરોના સામેની લડાઈ હજુ લાંબી છે, તેને મહાત કરવો છે. પણ હવે લોકડાઉન લંબાય તો બધાને મુશ્કેલીઓ પડે. ગરીબો શ્રમિકોની ચિંતા કરી સાથે કોરોનાં સંક્રમણ ન ફેલાય તે પણ જોવું પડશે.અલગ અલગ ગ્રીન, ઓરેન્જ, રેડ ઝોનમાં મિનિસ્ટ્રી ઓફ હેલ્થની ગાઈડ લાઈન મુજબ નિર્ણય લેવાશે કન્ટેન્ટમેન્ટ ઝોન અને નોન કન્ટેન્ટમેન્ટ ઝોન એમ 2 ઝોન જાહેર કરીશુંસ્થાનિક તંત્રો આ ઝોન કર્યા છે.રેડ, યલો, ગ્રીન ઝોન. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કોઈ છૂટછાટ અપાશે નહિ. આવનારા દિવસોમાં વિચારશું.નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં બધું સવારે 8 થી 4 ખુલશેસાંજે 7 થી સવારના 7 સમગ્ર ગુજરાતમાં કરફ્યુ રહેશે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ મળશે બાકી બધું બંધ
રહેશેરેસ્ટોરન્ટ હોટેલો બંધ રહેશે. અમદાવાદ સુરત વિસ્તાર સિવાય બધે રીક્ષા ચાલુ થશે દુકાનો ખુલશે વધુ લોકોએ ભેગા થવાની મનાઈ છે રિક્ષામાં વધુમાં વધુ 2 મુસાફર બેસશે50, 50 ટકા દુકાનો ઓડ ઇવન મુજબ ખુલશેએસટી બસો રાજ્યભરમાં ચાલુ થશે, અમદાવાદમાં છૂટ નહિ જયારે લગ્ન સમારંભ 50 થી વધુ નહિ, સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડશેપાન બીડી માવાની દુકાનો ખુલશે..ટોળા નહિ વળવાના.ની તાકીદ કરી છે
વાનંદની દુકાનો ખોલી શકાશેપબ્લિક લાયબ્રેરી ખુલશેડ્રાઇવર પલ્સ 2 વ્યક્તિને કારમાં છૂટ અપાઈ છે રેસ્ટોરન્ટ માત્ર હોમ ડીલીવરી કરી શકશે. કર્મચારીએ હેલ્થ કાર્ડ બનાવવું પડશેરાજ્યના હાઇવે ધાબાઓને પણ ખોલવાની છૂટ ઓફિસો ખુલશે,જોકે અમદાવાદમાં બંધ રહેશે ટૂ વહીલરમાં એક જ વ્યક્તિ.સુરતમાં ટેકસટાઇલ માર્કેટ ઓડ ઇવન મુજબ ખુલશે કન્ટેન્ટમેન્ટ બહાર, નિયમોનું કડક પાલનમાલવાહક વાહનોને પ્રવેશની સૂચના જાહેરમાં થુકનાર, માસ્ક નહિ પહેરનારણે દંડભરવો પડશે.