કવાંટ તાલુકાના ૧૬/૦૬/૨૦૦૫ માં ભરતી થયેલ શિક્ષકો દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું.

Latest vadodara

વડોદરા જીલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ૧૨૨૦ વિદ્યાસહાયક ભરતી કરવા અગે તા-૧૭/૦૭/૨૦૦૪ નાં રોજ સદેશ પેપરમાં જાહેરાત આપવામાં આવેલ હતી.
પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી ગુજરાત રાજ્યના પત્ર ક્રમાંક-પ્રા.શી.નિ/૦૪/ક/તા.-૧૮/૦૬/૨૦૦૪ થી ગુજરાત રાજ્યનાં જીલ્લા/નગરપાલિકાઓમાં જરૂરી કાર્યક્રમ નક્કિ કરી સમય મર્યાદામાં આ વિદ્યાસહાયક ભરતી પૂર્ણ કરવાની સુચના આપવામાં આવી હતી.પરતું નામ.વડી અદાલતે સદર ભરતીની કાર્યવાહી સામે મનાઈ હુકમ આપવામાં આવતા સદર વિદ્યાસહાયક ભરતી કાર્યવાહી સ્થગિત કરવામાં આવેલ હતી.
ત્યાર બાદ વડી અદાલતે મનાઈ હુકમ આપેલ પીટીશનનો નિકાલ કરતા,માન. પ્રાથમિક શિક્ષણ નિયામક સાહેબશ્રી નાં પત્ર ક્રમાંક-પ્રા.શી.નિ/૦૪/ક/૧૩૮૪૧-૮૨,તા-૦૭/૧૦/૨૦૦૪ થી તમામ જીલ્લા શિક્ષણ સમિતિ/નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનિ પત્ર કરીને તા.૧૭/૦૭/૨૦૦૪ ની જાહેરાત વાળી વિદ્યાસહાયક ભરતી ની પ્રકિયાને નક્કી કરેલ કાર્યક્રમનેચુસ્તપણે વળગી રહીને પૂર્ણ કરવા કાર્યવાહી કરવા અને નિમણુંકનિ કાર્યવાહી પૂર્ણ કરવા સ્પષ્ટ સુચના આપેલ હતી.જેમાં તા-૦૫/૧૧/૨૦૦૪ના રોજ ઈન્ટરવ્યું પ્રકિયા પૂર્ણ કરવા જણાવામાં આવેલ હતી અને સ્થળ પસંદગી પ્રકિયા તા-૧૬/૧૧/૨૦૦૪ થી શરૂ કરવા સુચના આપેલ હતી.પરંતુ વડોદરા જીલ્લામાં આ કાર્યક્રમનો અમલ થયેલ ન હતો અને વડોદરા જીલ્લા સિવાય ગુજરાત રાજ્યનાં તમામ જીલ્લાઓ માં ડીસેમ્બર ૨૦૦૪ સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણુંક હુકમ આપી દેવામાં આવેલ આવેલ હતા.અને વડોદરા જીલ્લામાં ૬(છ) મહિનાબાદ પી.ટી.સી અને બી.એડ શિક્ષકોની ભરતી જુન ૨૦૦૫ અને સી.પી.એડ અને એ.ટી.ડી શિક્ષકોની ભરતી પ્રક્રિયા જુલાઈમાં કરવામાં આવેલ હતી.જેમાં વડોદરા જીલ્લામાં ભરતી થયેલ તમામ ૧૨૨૦ જેટલા વિદ્યાસહાયકો ને નાણાકીય નુકશાન અને ૬ થી ૭ માસની સિનીયોરીટીનું ભારે નુકશાન વેઠવું પડ્યું છે.
માન.નિયામક સાહેબશ્રી ગુજરાત રાજ્યનાં સ્પષ્ટપત્ર થવા છતાં વડોદરા જીલ્લાની વિદ્યાસહાયક ભરતી ૬(છ) મહિના લેટ કરવામાં આવી છે તે માટે વડોદરા જીલ્લા શિક્ષણ સમિતિ જ જવાબદાર કહેવાય.જેથી આજે તારીખ:-૨૫-૦૩-૨૦૨૨ ના રોજ કવાંટ તાલુકાના ૧૦૦ જેટલા પ્રાથમિક શિક્ષકોએ કવાંટ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબને આવેદન આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *