ઉપલેટા શહેરની દરબારગઢ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની બન્ને ટીમે તાલુકા લેવલની ખો-ખો સ્પર્ધામાં મેળવ્યું પ્રથમ સ્થાન.

Latest Rajkot

રિપોર્ટર -જયેશ મારડિયા, ઉપલેટા

દરબારગઢ શાળાની બન્ને ટીમે તાલુકામાં પ્રથમ સ્થાન મેળવ્યા બાદ જીલ્લા કક્ષાએ કરશે પ્રતિનિધિત્વ. ઉપલેટા શેહેરના નોબલહુડ શાળા ખાતે ખેલ મહાકુંભની ઉપલેટા તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ઉપલેટા શહેર અને તાલુકાની બાળકોની ૧૫ જેટલી અલગ-અલગ શાળાઓએ ભાગ લીધો હતો. જયારે બાળકીઓની ૨૨ ટીમોએ ભાગ લીધો હતો. જેમાંથી ઉપલેટા તાલુકા કક્ષાએ ઉપલેટા શહેરની દરબાગગઢ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું સાથે વિદ્યાર્થીનીઓના વિભાગમાં પણ દરબારગઢ શાળાની જ વિદ્યાર્થીનીઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ હતું. ઉપલેટામાં તાલુકા કક્ષાની સ્પર્ધામાં ઉપલેટા શહેરની દરબારગઢ શાળાના બાળકોની અને બાળકીઓની બન્ને ટીમે પ્રથમ સ્થાન મેળવ્યું છે. જેથી આવનારા દિવસોમાં આ બન્ને ટીમો રાજકોટ જીલ્લા કક્ષાએ પ્રતીનીધીવ્ય કરશે ત્યારે પ્રથમ સ્થાન મેળવી વિજેતા થયેલ બન્ને ટીમોને શાળા પરિવાર તેમજ શિક્ષકો સહિતનાઓ દ્વારા અભિનંદન પાઠવાયા હતા અને ભવિષ્યમાં પણ જીલ્લા લેવલ સહિતની ઉચ્ચ કક્ષાએ સારૂ પરિણામ મેળવે તેવી પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *