દક્ષિણ ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસીઓ દ્વારા દિવસેને દિવસે વિરોધ મોટું સ્વરૂપ લઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આજે મોડી રાત્રે અંદાજીત 50થી વધુ બસો અને નાના મોટા વાહનોમાં આદિવાસીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ જવા રવાના થયા હતા. પાર- તાપી નર્મદા રિવર લિંક પ્રોજેકટ અંતર્ગત તાપી ખાતે અનેક લોકો વિસ્થાપિત થવાની શક્યતાને લઇને આદિવસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ અગાઉ તાપીના વ્યારા ગામે મોટી સંખ્યામાં આદિવાસી સમાજ દ્વારા પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અને હિન્દુસ્તાન ઝીંક પ્રોજેક્ટને રદ્દ કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું હતું. વાંસદાના ધારાસભ્ય અન્નત પટેલની આગેવાનીમાં શરૂ થયેલું આંદોલન ગાંધીનગર સુધી પહોંચ્યું છે. આજે અંદાજીત 50થી વધુ બસો અને નાના મોટા વાહનોમાં આદિવાસીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ જવા રવાના થયા હતા. જે પોતાના હક, જળ અને જમીન માટે લડત આપી વિરોધ નોંધાવશે.