અમરેલીના લાઠી તાલુકામાં ભાજપ અગ્રણી જનક તળાવિયાએ પિતાની પુણ્યતિથિ નિમિતે શાંતિ રથનું લોકાર્પણ કર્યું હતું. જૂનાગઢના મહંત શેરનાથ બાપુ, સ્વામિનારાયણ સંપ્રદાયના નરોત્તમ સ્વામીની ઉપસ્થિતિ મા આ કાર્યક્રમ યોજાયો હતો આયોજક જનક તલાવીયાએ એક શાંતિ રથનું પણ લોકાર્પણ સંતોના હસ્તે કરાવ્યું અને હાલ ઉનાળે દરેક સરપંચોને એક એક વૃક્ષ પણ આપવામાં આવ્યું હતું. જે દરેક ગામડે ગામડે તેનુ વાવેતર કરી જતન કરવા માટે અપીલ પણ કરી હતી. વિધાનસભાની ચૂંટણીમાં લાઠી બેઠક પરના દાવેદાર ગણાતા જનક તળાવિયાએ થોડા દિવસ પહેલા પણ પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલની રજતતુલા કરી હતી. જ્યારે આ કાર્યક્રમમા પિતાની પુણ્યતિથિ અને ભાજપ મેળાવડો યોજી પોતાના ટેકેદારોને મજબૂત કરવા અત્યારથી જ કવાયત શરૂ કરી દીધી છે થોડા દિવસો પહેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને બોલાવી તેમની રજકતુલા કરી હતી એટલે આમ અત્યાર થી લાઠી વિસ્તારમાં લોક સંપર્ક પણ વધારી દેવાયો છે.
