આગામી તા.28 માર્ચ 2022 થી શરૂ થઈ રહેલી ધોરણ-10 (SSC) તથા ધોરણ-12 (HSC) સામાન્ય પ્રવાહ, અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.આઇ.સુથાર દ્વારા તા.28 માર્ચ થી તા.12 એપ્રિલ સુધી, સવારે 8 થી સાંજે 8 દરમિયાન કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે.જેમા મહીસાગર જિલ્લાના નિયત કરાયેલા પરીક્ષા કેન્દ્રોની ચોતરફ, 100 મીટરના ત્રિજ્યા વિસ્તારમા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે, તે માટે જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા સૂત્રો પોકારવા, જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવી અફવા ફેલાવવા તેમજ પરીક્ષાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે આ વિસ્તારના તમામ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા, તથા મોબાઇલ ફોન, સેલ્યુલર ફોન, તથા અન્ય ઇલેક્ટ્રીક ઉપકરણો પરીક્ષાના સ્થળે લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે.