બાકરોલ શાળાના આચાર્યશ્રી ની કોરોના અંતર્ગત ચિત્રસ્પર્ધામાં નેશનલ પસંદગી.

Kalol Latest

આંતરરાષ્ટ્રીય રામકથા સંગ્રહાલય અને આર્ટ ગેલેરી અયોધ્યા દ્રારા આયોજિત કોરોના હરાવો – દેશ બચાવો અંતર્ગત નિઃશુલ્ક ઓનલાઇન પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન નેશનલ લેવલ પર કરવામાં આવ્યું હતું. જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી ઓનલાઇન પેઇન્ટિંગ મંગાવવામાં આવ્યા હતા જેમાં પુરા દેશના વિવિધ રાજ્યોમાંથી 150 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમાં લાઈવ બનાવેલ ચિત્રોને સંગ્રહાલય દ્રારા 23 શ્રેષ્ઠ ચિત્રોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાંથી પંચમહાલ જિલ્લાના કાલોલના બાકરોલ શાળાના આચાર્ય સતીશ પ્રજાપત ની પસંદગી થતાં કાલોલ તાલુકા અને પંચમહાલ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેમને સંસ્થા દ્રારા ટૂંક સમયમાં ઈ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *