નર્મદા જિલ્લા માં ભાજપે વિધાનસભા ની બંને બેઠકો જીતવા માટે કમરકસી છે. ભારતીય જનતા પાર્ટી એ 4 રાજ્યો માં ભવ્ય વિજય મેળવ્યા બાદ ગુજરાત માં પણ વિધાનસભાની ચૂંટણી ના મૂળ માં આવી ગઈ છે. ભાજપ દ્વારા જિલ્લા સ્તરે અલગ અલગ કાર્યક્રમો ની હાલ માળા શરુ થઈ છે છે.જે સંદર્ભે નર્મદા જિલ્લાના રાજપીપલા ટાઉનહોલ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના સોશિયલ મીડિયાના કન્વીરનર સિદ્ધાર્થ પટેલ અને સહ કન્વીનર મનન દાણી ની હાજરી માં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્કશોપમાં નર્મદા જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.વર્કશોપમાં સોશિયલ મીડિયા નો ઉપયોગ કેવી રીતે કરવો અને આવનારી વિધાનસભાની ચૂંટણી માં સોશિયલ મીડિયા નું શું મહત્વ છે. તેના વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા.ખાસ નર્મદા જિલ્લાની વાત કરતા સોશિયલ મીડિયા સહ કન્વીનર મનન દાણી એ પોતાના વક્તવ્ય માં કહ્યું હતું કે નર્મદા જિલ્લામાં વારંવાર બેઠકો એટલા માટે થાય છે કે નર્મદા જિલ્લાની બંને વિધાનસભા બેઠકો અન્ય પાસે છે.જેથી આવનારી વિધાનસભાની ચૂંટણી માં નર્મદા જિલ્લાની બંને બેઠકો જીતવા માટે ભાજપ કમર કસી રહ્યું છે.આજના વર્કશોપ થકી ભાજપ નો કાર્યકર્તા સોશિયલ મીડિયાના માધ્યમ થી લોકો સુધી ઝડપી પહોંચી રહ્યો છે.આવનારી વિધાનસભાની ચૂંટણી માં સોશિયલ મીડિયા ચૂંટણી પ્રચાર માટે ખુબ મોટું માધ્યમ બની રહેવાનું છે.આ વર્કશોપ માં ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા કન્વીનર સિધ્ધાર્થ પટેલ,સહ કન્વીનર મનન દાણી, સોશિયલ મીડિયા સાઉથ ઝોન ના ઈન્ચાર્જ સંકેત શર્મા, સાઉથ ઝોન ના સહ ઇન્ચાર્જ જેનિશ શાહ, મહેશ પુરોહિત,નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી નિલ રાવ,વિક્રમ તડવી, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુશાબેન વસાવા,નર્મદા જિલ્લા સોશિયલ મીડિયા ના કન્વીનર ધનરાજ તડવી સહિત ના કાર્યકરો એ ભાગ લીધો હતો.