જાફરાબાદમા પછાત વિસ્તારમા દરિયાકાંઠે ખારા જળમા મીઠી વીરડી સમાન 120 વર્ષ જુનુ ગ્રંથાલય આજે પણ અડીખમ ઉભુ છે. આ ગ્રંથાલયને ગુજરાત રાજય શ્રેષ્ઠ ગ્રંથાલય સહિત અનેક એવોર્ડ પણ મળી ચુકયા છે. લાઇબ્રેરીના લોકલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો દ્વારા વધુમા વધુ વાચકો આ ગ્રંથાલયનો લાભ લે તેવા પ્રયત્નો કરવામા આવી રહ્યાં છે. અરબી સમુદ્રના કાંઠે આવેલ છેવાડાના જાફરાબાદમા શેઠ ત્રિભુવનદાસ માવજીભાઇ દ્વારા વર્ષ 1902મા 24 માર્ચના રોજ ગ્રંથાલયની સ્થાપના કરવામા આવી હતી. આ વિસ્તારમા મોટેભાગે લોકો શૈક્ષણિક રીતે પછાત હોય જેથી અહી વધુમા વધુ લોકો ગ્રંથાલયમા આવે અને પુસ્તકોનુ વાંચન કરી જ્ઞાન મેળવે તે હેતુથી અહી ગ્રંથાલયની સ્થાપના કરાઇ હતી. વખતો વખત અનેક મહાનુભાવો તેમજ સરકારી અધિકારીઓ આ લાઇબ્રેરીની મુલાકાતે આવતા હોય છે.આ ગ્રંથાલયને અનેક એવોર્ડ મળી ચુકયા છે જેમા વર્ષ 1982-83મા સ્વ.મોતીભાઇ અમીન એવોર્ડ ગ્રામ્ય કક્ષાએ સરકાર તરફથી અપાયો હતાે. વર્ષ 1989-90મા નગરકક્ષા, 1993-94મા ઉતમ ગ્રંથાલય વાંચક સેવા એવોર્ડ ગુજરાત પુસ્તક સહાયક સહકારી મંડળી વડોદરા સયાજી રાવ પુસ્તકાલય તરફથી મળ્યો હતો. આ ઉપરાંત વર્ષ 1996-97મા, વર્ષ 2006-7મા તેમજ વર્ષ 2018-19મા ગુજરાત રાજય શ્રેષ્ઠ ગ્રંથાલયનાે એવોર્ડ પણ અપાયો હતો. હાલ લાઇબ્રેરીમા અનેક પુસ્તકાે વાચકાે માટે ઉપલબ્ધ છે. લાઇબ્રેરીના લાેકલ મેનેજમેન્ટ કમિટીના સભ્યાે દ્વારા પણ વધુમા વધુ વાચકાે લાભ લે તેવા પ્રયત્નાે કરવામા આવી રહ્યાં છે. ગ્રંથાલયમા મુંબઇથી પધારેલા ટ્રસ્ટી, દાતાઓની ઉપસ્થિતિમા અહી પુસ્તક પ્રદર્શનનુ આયાેજન કરાયુ હતુ. અહી યાેગેશભાઇ ગાેરડીયા, રાજેશભાઇ વિગેરેના હસ્તે પુસ્તક પ્રદર્શન ખુલ્લુ મુકાયુ હતુ. ગ્રંથપાલ અલારખાભાઇ, રામાનંદી, એચ.એમ.ઘાેરી દ્વારા મહાનુભાવાેનુ સન્માન કરાયુ હતુ. અહી વાચકાેએ પાેતાના પ્રતિભાવ રજુ કર્યા હતા. નારણભાઇ ઢગલ સહિત સભ્યાે દ્વારા જહેમત ઉઠાવાઇ હતી.