અમરેલી જિલ્લામાં ખેલ મહાકુંભમાં જિલ્લાકક્ષાની 15 સ્પર્ધા પૈકી 9 સ્પર્ધામાં ખેલાડીઓએ જીતની બાજી લગાડી હતી. તાલુકાકક્ષાએ પણ 7 રમતમાંથી પાંચ રમતો પૂર્ણ થઈ ગય છે. જિલ્લાકક્ષાએ વિજેતા થયેલ ખેલાડીઓ આગામી દિવસોમાં રાજ્યકક્ષાએ રમશે. જિલ્લાકક્ષાની સ્પર્ધા દરમિયાન રાજકીય અગ્રણીઓએ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.જિલ્લા રમત- ગમત અધિકારી અશરફભાઈ કુરેશીએ જણાવ્યું હતું કે પ્રથમ શાળા અને ગ્રામ્યકક્ષાએ ખેલ મહાકુંભની સ્પર્ધાઓ યોજાઈ હતી.જે બાદ તાલુકાકક્ષા અને જિલ્લાકક્ષાએ જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. તાલુકાકક્ષાએ 7 સ્પર્ધામાંથી 5 સ્પર્ધાઓ પૂર્ણ થઈ ગય છે. તથા જિલ્લાકક્ષાની 15 પૈકી 9 રમતોમાં યુવા રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીજો હતો. અને વિજય પ્રાપ્ત કર્યો હતો. જિલ્લાકક્ષાની સ્પર્ધામાં વિજેતા ખેલાડી આગામી મે માસમાં રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. જિલ્લાકક્ષાની બેડમિન્ટ સ્પર્ધાના ઉદ્ધાટન સમયે ડો. ભરતભાઈ કાનાભાર, પી.પી. સોજીત્રા, જુડો સ્પર્ધાના આરંભે સારહી યુથ કલબના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા. મુકેશભાઈ સંઘાણીએ ભવિષ્યમાં જિલ્લામાંથી જે કોઈ ખેલાડીને આર્થિક સહાયની જરૂર હોય તે અડધી રાત્રે ભલામણ કરશો અમે મદદ કરીશું તેમ કહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
Home > Saurashtra > Amreli > ખેલ મહાકુંભમાં જિલ્લાકક્ષાની 15 સ્પર્ધા પૈકી 9 સ્પર્ધામાં ખેલાડીઓએ શ્રેષ્ઠ કરતબ બતાવ્યા.