રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
વાહન ચોર ને ઝડપી પાડતી ઉના પોલીસ.
પોલીસ મહાનિરીક્ષક શ્રી મનીન્દરસિંહ પવાર સી.જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સા.ગીર સોમનાથ તથા મદદનીશ પો.અધિક્ષક અમીત વસાવા, વેરાવળ વિભાગ માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી વી.એમ.ચૌધરી સા.ની સુચના મુજબ પો.હેડકોન્સ . એચ.પી.ભેડા તથા પો.હેડ કોન્સ નિલેશભાઈ છગનભાઈ તથા પો.કોન્સ. ભીખુશા બયુશા તથા મેરુભાઈ ખોડુભાઈ રીતેના ઉના પોસ્ટ વિસ્તારમાં અનડીટેક ગુન્હાઓના આરોપીઓની તથા મુદામાલની તપાસમાં પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન પો.કોન્સ. ભીખુશા બચુશા તથા મેરૂભાઈ ખોડુભાઈને સંયુકત બાતમી મળેલ કે ઉના નેનુજી સા.ના દવાખાના પાસે એક ઈસમ શંકાસ્પદ મો.સા. સાથે હાજર હોય તેવી હકીકત મળતા તે જગ્યાએ આવતા એક ઈસમ હોંડા સાઈન મો.સા. રજી.નંબર GJ – 11 – AH – 3221 કિ.રૂ. ૨૫૦૦૦ / – સાથે હાજર મળી આવતાં મજદુર પાસે વાહનના કાગળઓ માગતા નહી હોવાનું જણાવતા મજદુરનું નામઠામ પુછતા અનવરખાન ઉમરખાન લુલાણી રહે.ઉના વળો હોવાનું જણાવતા મજકદુરે પોતાની મો.સા. આસીફ ઉર્ફે મચ્છર અબ્દુલભાઈ તાઈ પાસેથી લાવેલાનું જણાવતા મજદુરોને ઉના પો.સ્ટે. લાવી આગવી ઢબે પુછપરછ કરતા બે વર્ષ પેહલા ઉના એસ.ટી.બસ સ્ટેશન પાસે આવેલ કૈલાશ ઈલેકટ્રીકની દુકાન પાસેથી ચોરી કરેલ હોવાનું જણાવતા ઉના પો.સ્ટે ગુ.ર.ને ફસ્ટ .૧૬૨ / ૧૮ આઇ.પી.સી.કલમ ૩૭૯ મુજબનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરેલ છે.