અમરેલી જિલ્લામાં રસીકરણ અભિયાન હેઠળ 12 થી 14 વયમર્યાદા ધરાવતા કિશોરને રસી અપાઈ રહી છે. અત્યાર સુધીમાં 43 ટકા કિશોરોએ કોરોના વેક્સીન લઈ લીધી છે. એટલે કે જિલ્લાભરમાં 27093 કિશોરનું રસીકરણ થઈ ગયું છે. જેમાં સૌથી વધારે લાઠી તાલુકામાં 64 ટકા કિશોરે રસીકરણમાં ભાગ લીધો હતો.જિલ્લા આરોગ્ય વિભાગના ચોપડે 12 થી 14 વર્ષના 62824 કિશોરો નોંધાયેલા છે. આ તમામ બાળકોને વેક્સીન આપવા માટે આરોગ્ય કર્મચારીઓની જુદી જુદી ટીમો તૈનાત કરાઈ હતી. પરંતુ અત્યાર સુધીમાં અમરેલી જિલ્લામાં 27093 કિશોરોએ વેક્સીન લઈ લીધી છે. એટલે કે અમરેલી જિલ્લામાં કિશોરના રસીકરણની 43 ટકા કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. સૌથી વધારે લાઠી તાલુકામાં 64 ટકા કિશોરનું રસીકરણ થયું છે. તો સૌથી ઓછુ જાફરાબાદ તાલુકામાં 25 ટકા રસીકરણ થયું છે.