છોટાઉદેપુર જિલ્લામાં ધો-10 અને ધો-12ની પરીક્ષાને લઇ ઝેરોક્ષ સેન્ટરો પર પ્રતિબંધ.

Chhota Udaipur Latest

છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા.28 માર્ચ 2022/થી તા.12 એપ્રિલ 2022 સુધી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજીત એસ.એસ.સી./ એચ.એસ.સી સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા છોટાઉદેપુર જિલ્‍લામાં નિયત થયેલા કેન્દ્રો ખાતે યોજાનાર છે. જેથી પરીક્ષા કેન્દ્રો ખાતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા છોટાઉદેપુર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જાહેરનામું બહાર પાડી પરીક્ષા કેન્દ્રો (સ્‍થળો)ની આજુબાજુમાં આવેલી તમામ ઝેરોક્ષ મશીનની દુકાનોના સંચાલકોને ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા માટે માટે તાકીદ કરાઇ છે. પરીક્ષા ખંડમાં સેલ્યુલર, મોબાઈલ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, કેલ્ક્યુલેટર જેવા તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવા 4 કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો કોઈ ભંગ કરશે તો અધિનિયમ-1951ની કલમ-135 હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *