રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ
શ્રીમાદયમિક શાળા નાની ઘંસારી અને સ્વ. પી. ડી. શાહ શાળા સંકુલ દિવરાણા સંયુક્ત ઉપક્રમે બંને શાળાના ધોરણ દશ બારના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ વાર્ષિક મહોત્સવ ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા. કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે આવેલ શ્રીમાદયમિક શાળા તથા સ્વ. પીડી શાહ શાળા સંકુલમાં અભ્યાસ કરતા ધોરણ દશ અને ધોરણ બારના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ વાર્ષિક મહોત્સવ વાલી સંમેલન સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ફાગણીયો ટહુકો ૨૦૨૨નું આયોજન કરવામા આવ્યુ હતું. દિવરાણા મુકામે સ્વ. પીડી શાહ શાળા સંકુલમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું બંને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મન મોહક સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યા હતા. આમંત્રિત મહેમાનોનું શાબ્દિક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું ફાગણીયો ટહુકો કાર્યક્રમમાં બંન શાળાના વિદ્યાર્થીઓ વાલીઓ શાળાનો સ્ટાફ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.