વિધાનસભામાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ, અધ્યક્ષ ડો. નીમા બેન આચાર્ય સંબોધન કરતાં જ રડી પડ્યાં.

Ahmedabad Latest

આજે વિધાનસભામાં ગૃહની કામગીરીની શરૂઆત પ્રશ્નોત્તરીથી થયો હતો. બંને સભ્યોમાં કોરોનાની કામગીરીને લઈને ગરમા ગરમી પણ થઈ હતી. ત્યાર બાદ આજે શહિદ દિન હોવાથી વિધાનસભામાં ક્રાંતિવીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ દરમિયાન અધ્યક્ષ આચાર્ય શ્રદ્ધાંજલિ આપતાં ભાવુક થયાં હતાં. તેઓ પોતાના સંબોધનમાં રીતસર રડી પડ્યાં હતાં. બીજી તરફ વિધાનસભા ગૃહમાં સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યો પણ વિભોર બની ગયાં હતાં. ગુજરાત વિધાનસભાની કાર્યવાહીમાં આજે સંસદીય બાબતોના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રજૂ કરેલા શહીદોના પ્રસ્તાવમાં સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા આ તબક્કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમા બેન આચાર્ય પોતાના વક્તવ્યમાં વીર ભગતસિંહ શિવરામ રાજગુરુ અને સુખદેવને બ્રિટીશ સલ્તનતે ફાંસીને માંચડે લટકાવી દીધા હોવાનો ઉલ્લેખ કરતા જ પોતાની લાગણીઓ રોકી શક્યા નહિ અને રીતસર રડી પડતાં ગૃહમાં પણ ગમગીન વાતાવરણ સર્જાયું હતું. ઘટનાક્રમ દરમ્યાન વીર શહીદોના મનમાં ગૃહમાં 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું. વિધાનસભામાં ઝીરો અવર્સ દરમિયાન કોંગ્રેસના શાબ્દિક કટાક્ષથી સત્તા પક્ષ વિપક્ષના સભ્યો ઉભા થઈ ગયા હતા,વિધાનસભા પક્ષના દંડક પંકજ દેસાઈએ વડાપ્રધાન વિશે બોલાયેલા શબ્દો પાછા ખેંચાવા અને વિપક્ષના સભ્યોમાફી માંગેની રજુઆત કરતા અધ્યક્ષે ચુકાદો આવતીકાલે આપવાનો આદેશ કર્યો હતો.ગૃહમાં પ્રશ્નોતરી દરમિયાન ધન્વંતરિ રથ અંગેના પ્રશ્નમાં કૉંગ્રેસના ધારાસભ્ય હાલના મંત્રી મંડળ અને પૂર્વ મંત્રી મંડળ સામે હાથનો ઈશારો કરી કટાક્ષ કર્યો હતો કે,ધન્વંતરિ રથના સારથીઓમાંથી કેટલા અહીં આવી ગયા છે તો કેટલાક સારથી આ બાજુ આવી ગયા છે.રાષ્ટ્રપતિ ગુરુવારે ગુજરાત વિધાન સભા ગૃહમાં હાજરી આપશે તથા ગૃહના સભ્યોને સંબોધન કરશે. ભારતની લોકશાહીના ઇતિહાસની આ પ્રથમ ઘટના હશે કે જેમાં રાષ્ટ્રપતિ કોઇ રાજ્યના વિધાનસભા ગૃહના ચાલુ સત્રમાં હાજરી આપીને તેના સભ્યોને સંબોધશે. ગુજરાત સરકારે આઝાદીનાં 75 વર્ષની ઉજવણી સંદર્ભે રાષ્ટ્રપતિ ગુજરાત વિધાનસભાને સંબોધિત કરી રહ્યા છે. તેઓ આવતીકાલે સવારે 9.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ત્યાંથી રાજભવન જશે.તેઓ વાગ્યે વિધાનસભામાં સંબોધન કરશે. બજેટસત્રની બેઠકમાં એક કલાક સંબોધન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *