રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ
મોટી ઘંસારીથી નુનારડા તરફ જતો રસ્તો ચાર વર્ષથી મંજુર થયો જેમાં બે વર્ષથી વધુ સમયથી કાકરી પાથર્યા બાદ કામ બંધ થયુ રોડનુ કામ શરૂ કરવાનું મુહૂર્ત ક્યારે આવશે તેવી જોવાતી રાહ. ગુજરાત સરકાર દ્વારા ગતિશીલ ગુજરાતની નેમ સાથે ઝડપી કામગીરી કરી સંવેદનશીલ સરકાર માનવામાં આવી રહી છે. અને હરણફાળ વિકાસ થયો હોવાની ચર્ચાઓ થાયછે ત્યારે શું ખરેખર ગતિશીલ ગુજરાતમાં ચાર વર્ષથી મંજુર થયેલ રોડનુ કામ હાલમાં પણ પુરૂ થયુ નથી એવુ બન્યુ છે. કેશોદ તાલુકાના મોટી ઘંસારીથી નુનારડા તરફ જતા રસ્તામાં ચાર વર્ષ પહેલાં અંદાજે ત્રણ કિલો મીટર રોડ મંજુર થયેલ જે મંજુર થયેલ રોડમાં બે વર્ષથી વધારે સમયથી કાંકરી પાથરી દેવાયા બાદ કોઈ પણ જાતનું કામ આગળ વધારવામાં આવ્યું નથી માર્ગ મકાન કાર્યપાલક ઈજનેર મામલતદાર ધારાસભ્ય સહીત અનેક રાજકીય આગેવાનોને લેખીત મૌખિક અને ટેલીફોનીક અનેક રજુઆતો કરવામાં આવી છે. છતાં આશ્વાસન સિવાય કાંઈ કામગીરી આગળ વધતી નથી બે વર્ષથી વધારે સમયથી કાંકરી પાથરવામાં આવી. જેના કારણે અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે.વાહનો પસાર કરવા બને છે. રોડ ઉપર પસાર થતા વાહન ચાલકો અને ખેડુતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહેલી તકે રોડનુ કામ પુર્ણ થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે.