લાછરસ ગામે રૂ. 26.96 લાખના ખર્ચે તળાવનું નવિનીકરણ કરાશે.

Latest Narmada

નર્મદા જિલ્લા કલેક્ટરના પ્રયાસોથી કામ પુરજોશમાં નર્મદા જિલ્લાને એસ્પિરેશનલ જિલ્લો જાહેર કરાયેલ છે, ત્યારે જિલ્લા કલેક્ટર ના નેતૃત્વ હેઠળ જિલ્લાને નીત નવી સુલભ સુવિધાઓ પ્રાપ્ત થઇ રહી છે. જિલ્લા કલેક્ટરના અથાક પ્રયાસો અને JCB ઈન્ડીયા લિમિટેડ એસોશિએટના વાઇસ પ્રેસિડેન્ટ ના સહયોગ થકી CSR એક્ટિવીટી હેઠળ નાંદોદના લાછરસ ગામના તળાવને ઉંડુ કરવાના ભાગરૂપે 26.96 લાખ મંજૂર કરાયાં છે. લાછરસ ગામે તળાવ ઉંડુ કરવાના કામની સાથે તળાવમાંથી કાઢવામાં આવતી માટી થકી તળાવના ચારેય બાજુની પાળીઓ બનાવી તળાવના મજબૂતી કરણ માટે ઉપયોગી બની રહેશે. તળાવ પર બાકડા, તળાવની પાળ ઉપર વૃક્ષારોપણ સહિતની અલાયદી સુવિધાઓ સાથે તળાવનું નવીનીકરણ થશે. અંદાજે આ તળાવમાં 35,800 હજાર ક્યુબીક મીટર પાણીની વૃધ્ધિ થવાથી જળ સંગ્રહ શક્તિમાં પણ વધારો થશે. તેની સાથે આ કામો દ્વારા જળ સંચયનો વ્યાપ વધશે જેનાથી ભૂગર્ભ જળસ્તર ઉંચા આવશે. પાણીનો બગાડ ઘટવાની સાથોસાથ સિંચાઇ વ્યવસ્થા સુદ્રઢ બનશે અને ઉપલબ્ધ જળનો મહત્તમ લાભ પણ લોકોને મળી રહેશે. તળાવ ઉંડુ કરવાની કામગીરી JCB મશીન દ્વારા પુરજોરમાં ચાલી રહી છે. આ તળાવ પાસેની પાળીને કાપી તળાવ ઉંડુ કરવાથી પાણીનો ભરાવો પણ વધશે અને તેનાથી આજુબાજુના ખેતીકરતા ખેડૂતોને તેનો સીધો ફાયદો થશે. આ કામ અંદાજીત 31 મેં સુધીમાં પૂર્ણ કરાશે. તળાવ ઉંડુ કરવાની હાથ ધરાયેલ કામગીરીમાં કલેકટર તેમજ કરજણ સિંચાઇ યોજનાના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર અને પંચાયત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર ના સઘન પ્રયાસોને આખરે સફળતા સાંપડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *