રિપોર્ટર – જીતુ પરમાર, માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર સોમનાથ ભવન ખાતે અખિલ ભારતીય ફિશરમેન એસોસિએશન ગુજરાત પ્રાંત ના નેજા હેઠળ બેઠક મળી હતી. આ બેઠક માં સાગર ખેડુઓ ની વર્તમાન સમયની ગંભીર સમસ્યાઓ ખાસ કરીને ડીઝલમાં 25 રૂપિયા જેટલો ભાવ વધારો ને લઈ ચર્ચાઓ કરવામાં આવી. ખાસ કરીને પેટ્રોલ અને ડિઝલમાં ભાવવધારા ને કારણે દરીયા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ફિઝરિસ જે પણ નેવી, રેલવે જેવા સાહસોની જેમ કનજયુમરમાં નાખ્યું હોવાથી બજાર કરતા વધુ પૈસા ડીઝલ ના ચૂકવવા પડે છે અને તે દરિયાખેડુઓ ને પરવડે તેમ ન હોય બોટો ને કાંઠે મુકવાનો વારો આવ્યો છે. મુખ્યત્વે માછીમારો ને ડીઝલ અને પેટ્રોલમાં ભાવવધારો કરવામાં આવ્યો છે. તેમજ ફિશર મેનો માટે વધારાનો ભાવ પણ વધારવામાં આવ્યો છે.જેને લઈ માછીમારો ધંધાકીય રીતે પડી ભાંગ્યા છે. જેને લઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ચિંતન બેઠકમાં આગેવાનો દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં રજુઆત કરવામાં આવી હતી.