રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ
સૌરાષ્ટ્ર ભરની વિશાળ શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવનારછે જેની તૈયારી અંગે આયોજન કરવા કેશોદના રણછોડરાય મંદિરે મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. આગામી દશ તારીખે રામ નવમી હોય જેની કેશોદવાસીઓ ધામધૂમથી ઉજવણી કરવાના હોય જેની તૈયારી આયોજન અંગે કેશોદના રણછોડરાય મંદિરે મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ગૌરક્ષાદળ કેશોદ પ્રખંડ અને સામાજીક ધાર્મિક સંગઠનો વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રામ નવમી ઉજવણી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગામી દશ તારીખે રામ નવમીના દિવસે કેસરી ધ્વજ વિવિધ ફલોટ શરણારેલા વાહનો ડીજેના સંગાથે જયશ્રી રામના નારા સાથે સૌરાષ્ટ્રભરની ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન થનાર છે. જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેશોદમાં રામ નવમી નિમિત્તે જુદા જુદા ફલોટ શણગારેલ વાહનો ડીજેના સંગાથે જયશ્રી રામના નારા સાથે સૌરાષ્ટ્રભરની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજી કેશોદ શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થશે જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ ગૌરક્ષાદળ ધાર્મિક સંગઠનો દ્વારા જણાવાયુ છે.